શોધખોળ કરો
Advertisement
મોંઘવારીનો મારઃ પખવાડિયામાં બીજી વખત પેટ્રોલમાં ભાવ વધારો ઝીંકાયો, ડીઝલ 31 પૈસા સસ્તું થયું
નવી દિલ્હીઃ પેટ્રોલની કિંમતમાં ગુરુવારે (15 સપ્ટેમ્બર)એ પ્રતિ લિટર 58 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતમાં વધારો થવાથી આ વધારો ઝીંકવામાં આવ્યો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 64.21 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે ડીઝલની કિમત 52.59 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
આ વધારો પહેલા દિલ્હીમાં પેટ્રોલ 63.47 રૂપિયા જ્યારે ડીઝલ 52.94 રૂપિયામાં મળતું હતું. સરકારી ઓઈલ કંપનીઓએ સતત બીજી વખત પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે. આ પહેલા ઓઈલ કંપનીઓએ 31 ઓગસ્ટના રોજ પણ કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારે કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 3.38 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.67 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓઈલ કંપનીઓ નક્કી કરે છે. ત્રણેય સરકારી કંપનીઓઓ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દર મહિનાની પ્રથમ અને 16મી તારીખની વચ્ચે સરેરાશ ઓઈલની કિંમત અને વિદેશી રેટના આધારે કિંમત નક્કી કરે છે. કંપનીઓ આ દરમિયાન રૂપિયા અને ડોલરની ભાવ પણ ધ્યાનમાં રાખે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement