મોંઘવારીનો મારઃ જાણો મે મહિનાથી લઈને અત્યાર સુધીના બે મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા વધ્યા
ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાલ પોતાની ઉચ્ચ સપાટીએ ચાલી રહી છે જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર છે.
નવી દિલ્હીઃ બની શકે કે તમને અનુભવ ન થયો હોય પરંતુ વિતેલા બે મહિનામાં દેશમાં લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરનાર કોરોનાની બીજી લહેર દરમિયાન તમારા પેટ્રોલ અને ડીઝલનું બિલ લગભગ 10 ટકા વધી ગયું છે. મે અને જૂનની વચ્ચના 61 દિવસમાં 32 દિવસ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. જાણો મેથી લઈને અત્યાર સુધીના બે મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કેટલી વધી.
કેટલું મોઘું થયું પેટ્રોલ અને ડીઝલ ?
1 મેના રોજ 90.40 રૂપિયા પ્રતિ લિટરની કિંમતથી શરૂ થઈને હવે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 98.81 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જે વિતેલા 60 દિવસમાં 8.41 રૂપિયા પ્રતિ લિટર વધી છે. તેવી જ રીતે દિલ્હીમાં ડીઝળની કિંમત પણ વિતેલા બે મહિનામાં 8.45 રૂપિયા પ્રતિ લિટર વધીને 89.18 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
ક્રૂડ ઓઈલની કિંમત 2018થી ઓછી, તેમ છતાં પેટ્રોલિ ડીઝલ મોંઘા
ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાલ પોતાની ઉચ્ચ સપાટીએ ચાલી રહી છે જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર છે. વૈશ્વિક સ્તર પર જોઈએ તો ક્રૂડ ઓઈલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. ઓક્ટોબર 2018માં તે 80 ડોલર પ્તિ બેરલથી વધારે હતી પરુંત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટર આસપાસ હતી.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તૂટ્યો રેકોર્ડ
પેટ્રોલ ડીઝલની કિંમત રોચ નવી ઉંચા સપાટી સર કરી રહી છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત સૌથી મોંઘી છે, અહીં હવે પેટ્રોલ 109.67 રૂપિયા પ્રતિ વિટર વેચાઈ રહ્યુ છે. જ્યારે ડીઝલની કિંમત 102.12 રૂપિયા પ્રતિ લિટર છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
- 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર