શોધખોળ કરો
Advertisement
PFની રકમ ઉપાડવામાં પડી શકે છે મુશ્કેલી! બદલાઈ ગયો આ નિયમ
હવે પીએફ ખાતામાંથી એડવાન્સ રકમ ઉપાડવા માટે કર્મચારીએ પાસબુક અથવા ચેકની સ્કેન કોપી પણ અપલોડ કરવાની રહેશે.
નવી દિલ્હીઃ કોઈપણ નોકરિયાત વ્યક્તિ માટે તેનું પ્રિવડન્ટ ફંડ (પીએફ)સૌથી મહત્ત્વનું હોય છે. પહેલા આ રકમ ઉપાડવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેમાં લોકોને પીએફના રૂપિયા મળવામાં અનેક સપ્તાહ નીકળી જતા હતા. પરંતુ હવે ઈપીએફઓ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન ક્લેમ કરવા પર પણ પીએફની રકમ ઉપાડી શકાય છે.
જોકે ઓનલાઈન ક્લેમની પ્રક્રિયા હવે બદલાઈ ગઈ છે. હવે પીએફ ખાતામાંથી એડવાન્સ રકમ ઉપાડવા માટે કર્મચારીએ પાસબુક અથવા ચેકની સ્કેન કોપી પણ અપલોડ કરવાની રહેશે. આ પહેલા તેની જરૂરત પડતી ન હતી.
પીએફમાંથી ઓનલાઈન એડવાન્સ રકમ ઉપાડવા માટે તમારે સૌથી પહેલા https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવાનું રહેશે. અહીં તમારે યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને પાસવર્ડની સાથે લોગઈન કરવાનું રહેશે. લોગન ઈન બાદ હોમ પેજ પર ઓનલાઈન સર્વિસ કેટેગરીમાં જવાનું રહેશે.
ત્યાર પછી આગળના સ્ટેપમાં તમારે તમારો રજિક્ટર્ડ એકાઉન્ટના અંતિમ 4 ડિજિટ એન્ટર કરીને વેરિફાઈ કરવાના રહેશે. ત્યાર બાદ “પ્રોસિડ ફોર ઓનલાઈન ક્લેમ” પર ક્લિક કરવાનું રહેશે. અહીં સિલેક્ટ ક્લેમ ઓપ્શન આવશે. તેમાં તમારે ક્લેમ (FORM – 31, 19, 10C અને 10D)પર ક્લિક કરવાનું રહેશે. આ ક્લેમ ઓપ્શનમાં તમારે રકમ, એડ્રેસ અને પાસબુક અથવા ચેકની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.
તેના આગળના સ્ટેપમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી વેરિફાઈન કરતા જ તમારી પીએફની રકમ માટેની ક્લેમ રિક્વેસ્ટ એક્ટિવ થઈ જશે. બાદમાં ક્લેમ સ્ટેટસ ટેબ પર જઈને જોઈ શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement