PIB Fact Check: SBI કસ્ટમર થઈ જાવ સાવધાન, જો તમને પણ મળ્યો છે એકાઉન્ટ બ્લોક થવાના મેસેજ તો કરો આ જરૂરી કામ
PIB Fact Check: SBIના નામે જારી કરાયેલો નકલી મેસેજ ગ્રાહકોને તેમનો PAN નંબર અપડેટ કરવા કહે છે જેથી તેમનું ખાતું બંધ ન થાય.આ ઈમેલ/એસએમએસના જવાબમાં તમારી અંગત અથવા બેંકિંગ માહિતી ક્યારેય શેર કરશો નહીં'
PIB Fact Check: કેટલાક SBI ગ્રાહકોને એક સંદેશ મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તેઓ તેમનો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અપડેટ નહીં કરે તો તેમના એકાઉન્ટ બ્લોક થઈ જશે. આ દાવો નકલી છે, જે સ્કેમર્સ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો તેનો જવાબ ન આપો અને તરત જ બેંકને જાણ કરો. સરકારના અધિકૃત ફેક્ટ-ચેકર, PIB ફેક્ટ ચેકે SBI ગ્રાહકોને આ નકલી મેસેજ વિશે ચેતવણી આપી છે.
PIB ફેક્ટ ચેકે તેના ટ્વિટમાં શું કહ્યું?
PIB ફેક્ટ ચેકે ટ્વિટ કર્યું, SBIના નામે જારી કરાયેલો નકલી મેસેજ ગ્રાહકોને તેમનો PAN નંબર અપડેટ કરવા કહે છે જેથી તેમનું ખાતું બંધ ન થાય.આ ઈમેલ/એસએમએસના જવાબમાં તમારી અંગત અથવા બેંકિંગ માહિતી ક્યારેય શેર કરશો નહીં' વાસ્તવમાં, સ્કેમર્સ નકલી મેસેજ મોકલી રહ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે "પ્રિય ગ્રાહક, તમારું SBI YONO એકાઉન્ટ આજે બંધ થઈ ગયું છે. હમણાં જ સંપર્ક કરો અને લિંકમાં તમારો PAN નંબર અપડેટ કરો." આ SMS સાથે એક લિંક પણ મોકલવામાં આવે છે.
જ્યારે લિંક પર ક્લિક કરવામાં આવે ત્યારે શું થાય છે?
સ્કેમ લિંક પર ક્લિક કરવાથી તમારા એકાઉન્ટ સંબંધિત અંગત માહિતી લીક થઈ શકે છે અને તેના કારણે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. તમારા ફોન અથવા ઈમેલ-આઈડી પર સ્કેમર દ્વારા મોકલવામાં આવેલી કોઈપણ લિંક પર ક્લિક કરવાથી સ્કેમર્સને તમારું એકાઉન્ટ એક્સેસ કરવા માટે વ્યક્તિગત માહિતી મળે છે.
જો તમને આવા મેસેજ મળે તો શું કરવું
જો તમે તમારા બેંક ખાતામાં તમારા પૈસા સુરક્ષિત રાખવા માંગતા હો, તો વ્યક્તિગત અથવા બેંકિંગ વિગતો શેર કરવા માટે કોઈપણ ઈમેલ/SMS/Whatsapp નો જવાબ આપશો નહીં. જો તમને આવો કોઈ સંદેશ મળ્યો હોય તો ઈમેલ અને ફોન કોલ દ્વારા તેની જાણ કરો. જ્યારે તમને સ્કેમ મેસેજ મળે ત્યારે તમે report.phising@sbi.co.in પર જાણ કરી શકો છો અથવા 1930 પર કૉલ કરી શકો છો.
A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 27, 2022
▶️Never respond to emails/SMS asking to share your personal or banking details
▶️Report at👇
✉️ report.phishing@sbi.co.in
📞1930 pic.twitter.com/GiehqSrLcg
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.