PIB Fact Check: જો 12 કલાકમાં પરત ફરશો તો Toll Plaza પર નહીં આપવો પડે રિટર્ન ટોલ ટેક્સ, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
Fact Check: સરકારે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ મેસેજને લગતી સચ્ચાઈ શેર કરી છે.
PIB Fact Check: સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે, જેમાંથી ઘણી ભ્રામક હોય છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં કોઈપણ ખબરની ખરાઈ કર્યા વગર શેર કરતા હોય છે. જેના કારણે નુકસાન પણ થાય છે. બેદરકારીથી શેર કરવામાં આવેલા મેસેજથી ભૂલથી લોકોને લાખોનો ચૂનો પણ લાગી શકે છે. હાલ કેન્દ્રીય મંત્રીનો ઉલ્લેખ કરીને એક મેસેજ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 12 કલાકની મુસાફરીમાં પરત ફરતો તો ટોલ ટેક્સ નહીં ચુક્વવો પડે. સરકારે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ મેસેજને લગતી સચ્ચાઈ શેર કરી છે.
શું છે વાયરલ મેસેજમાં
મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ટોલ પ્લાઝા પરથી રિસીપ્ટ લેશો તો તમને પૂછવામાં આવે છે કે એક સાઇડની કે રિટર્ન. આ સંજોગોમાં તમારે તેને 12 કલાકની પહોંચ આપવીનું કહેશો તો તમારે પૈસા નહીં આપવા પડે. નીચે કેન્દ્રીય સડક મંત્રી નીતિન ગડકરીના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. ભારત સરકારનું નામ પણ અહીં જોઈ શકાય છે. જોકે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે આ મેસેજ ફેક છે.
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ પ્રકારનો કોઈ દાવો સરકાર દ્વારા નથી કરવામાં આવ્યો. આ દાવો ફેક છે અને તેના પર વિશ્વાસ ન કરો.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
एक सोशल मीडिया पोस्ट में यह फर्जी दावा किया जा रहा है कि केंद्रीय मंत्री @nitin_gadkari के आदेशानुसार अगर आप अपनी यात्रा के दौरान 12 घंटे में वापस आ सकते हैं तो आपको रिटर्न जर्नी का कोई टोल टैक्स नहीं देना होगा #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 21, 2022
▶️ @MORTHIndia द्वारा यह आदेश जारी नहीं किया गया है pic.twitter.com/2vJGpdrJYB