Fact Check: શું મોદી સરકાર 28 દિવસનું ફ્રી મોબાઇલ રિચાર્જ આપી રહી છે? જાણો વાયરલ મેસેજની હકીકત
Fact Check: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાની વાત કરીએ તો તેનો સ્ક્રીનશોટ અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.
Fact Check: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે, જેમાંથી ઘણી ભ્રામક પણ હોય છે. હાલ આવો જ એક મેસજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકાર ફ્રી મોબાઇલ રિચાર્જ યોજના અંતર્ગત તમામ ભારતીય યૂઝર્સને 28 દિવસનું રિચાર્જ ફ્રી આપતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શું છે વાયરલ મેસેજ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાની વાત કરીએ તો તેનો સ્ક્રીનશોટ અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ સ્ક્રીનશોટમાં એક મેસેજ લખવામાં આવ્યો છે, જેમાં ફ્રી રિચાર્જની વાત કરવામાં આવી છે. વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે- "વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રી મોબાઈલ રિચાર્જ સ્કીમ હેઠળ તમામ ભારતીય યુઝર્સને 28 દિવસ માટે 239નું ફ્રી રિચાર્જ આપવાનું વચન આપ્યું છે, તેથી હવે નીચે આપેલ વાદળી રંગની લિંક પર ક્લિક કરીને રિચાર્જ કરો. મેં આ સાથે મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ પણ કર્યું છે, તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ પણ મેળવી શકો છો."
શું છે વાયરલ દાવાની સત્યતા
આ વાયરલ દાવાની હકીકત મુજબ સરકાર દ્વારા ફ્રી રિચાર્જ ઉપલબ્ધ હોય તેવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. પીઆઈબીએ તેની હકીકત પણ તપાસી છે. આ એક સ્કેમ છે, જો તમને પણ આવો જ મેસેજ મળ્યો હોય તો તેને તરત જ ડિલીટ કરો. કારણ કે જો તમે આપેલ લિંક પર ક્લિક કરો છો, તો તમારું એકાઉન્ટ તરત જ ખાલી થઈ શકે છે. એટલા માટે આવા મેસેજ ફોરવર્ડ કરવાનું ટાળો અને સામેની વ્યક્તિને પણ તેની જાણ કરો.
🚩SCAM ALERT🚩
— PIB Fact Check (@PIBFactCheck) August 21, 2023
एक #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि केन्द्र सरकार द्वारा 'फ्री मोबाइल रिचार्ज योजना' के तहत सभी भारतीय यूजर्स को 28 दिन का रिचार्ज फ्री में दिया जा रहा है#PIBFactCheck
✅यह दावा #फ़र्ज़ी है।
✅केन्द्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/m6K811c2wz
PIB ફેક્ટ ચેક શું છે?
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.