શોધખોળ કરો

Investment Scheme: દર મહિને ₹30 લાખ કમાવવાની તક, પીએમ મોદીએ વીડિયોમાં નવી રોકાણ યોજના જાહેર કરી?

સોશિયલ મીડિયા પર AI (ડીપફેક) ટેકનોલોજીની મદદથી પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો નકલી વીડિયો વાયરલ કરીને માત્ર 22,000 રૂપિયાના રોકાણ સામે લાખોની કમાણીની ખોટી લાલચ અપાઈ રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડાપ્રધાન મોદીનો AI વીડિયો રોકાણનો ખોટો દાવો કરે છે.
  • વીડિયોમાં અંબાણી-સીતારમણ; ૩૦ લાખ કમાણીની લાલચ અપાઈ.
  • PIB ફેક્ટ ચેકે આ વીડિયોને સ્પષ્ટપણે નકલી ઠેરવ્યો હતો.
  • સરકારે આવી કોઈ રોકાણ યોજનાને સમર્થન નથી આપ્યું.

PM Modi fake investment video: કહેવત છે ને કે 'લોભે લક્ષણ જાય!' આજકાલ સોશિયલ મીડિયા પર લોકોને રાતોરાત અમીર બનાવી દેવાના નામે અનેક ઓનલાઈન કૌભાંડો ચાલી રહ્યા છે. તાજેતરમાં ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં માત્ર 22,000 રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 30 લાખ રૂપિયા કમાવવાની મોટી-મોટી વાતો કરવામાં આવી છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો થોભી જજો! ભારત સરકારની સત્તાવાર એજન્સી PIB ફેક્ટ ચેકે આ વીડિયોની પોલ ખોલી નાખી છે અને તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવાયેલો તદ્દન નકલી વીડિયો જાહેર કરીને લોકોને સાવધ રહેવા ચેતવણી આપી છે.

આખો મામલો અને વાયરલ વીડિયોની કરામત

ફેસબુક પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં માત્ર પીએમ મોદી અને નાણામંત્રી જ નહીં, પણ દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ઇન્ફોસિસના સુધા મૂર્તિ પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એવો દાવો કરાયો છે કે આ એક એવી શાનદાર સરકારી રોકાણ યોજના છે, જેમાં એકવાર 22,000 રૂપિયા રોકવાથી રોજની 1 લાખ રૂપિયા અને મહિનાની 30 લાખ રૂપિયા સુધીની બમ્પર કમાણી થઈ શકે છે. સાયબર ઠગોએ આ વીડિયો એટલી સફાઈથી એડિટ કર્યો છે કે સામાન્ય માણસ સરળતાથી છેતરાઈ જાય, કારણ કે વીડિયોમાં પીએમ મોદી પોતે લોકોને આ સ્કીમમાં રોકાણ કરવા વિનંતી કરતા દેખાય છે.

પીઆઈબી (PIB) ફેક્ટ ચેકે શું ખુલાસો કર્યો?

જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે સરકારની ફેક્ટ ચેક એજન્સી PIBની નજરે ચડ્યો હતો. એજન્સીએ તેની તપાસ કરીને તરત જ વીડિયો પર 'FAKE' (નકલી)નું લેબલ લગાવી દીધું. PIB એ લોકોને એલર્ટ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું:

"ઓનલાઇન 'ઇઝી મની' (સરળતાથી પૈસા કમાવવાના) કૌભાંડોથી સાવધ રહો. ફેસબુક પર AI-જનરેટેડ એક નકલી વીડિયો ફરતો થઈ રહ્યો છે. તે ખોટી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને રોકાણ પ્લેટફોર્મને સમર્થન આપતા દર્શાવે છે."

સરકારની આવી કોઈ યોજના નથી, સાવધ રહો

PIB ફેક્ટ ચેકે સામાન્ય જનતાને સાવચેત કરતા મહત્વની બાબતો જણાવી છે:

વીડિયો તદ્દન નકલી છે: આ વીડિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

કોઈ સત્તાવાર મંજૂરી નથી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારમણ કે ભારત સરકારે આવી કોઈ પણ રોકાણ યોજના અથવા પ્લેટફોર્મને કોઈ મંજૂરી કે પ્રોત્સાહન આપ્યું નથી.

ઠગોની નવી ચાલ: ડિજિટલ યુગમાં છેતરપિંડી કરનારાઓ હવે મોટા નેતાઓ અને સેલિબ્રિટીઝના ચહેરા અને અવાજનો ખોટો ઉપયોગ કરીને લોકોને વધુ વળતરની લાલચ આપીને ફસાવે છે.

ન્યૂઝ ટીપ: કોઈપણ સ્કીમમાં તમારા મહેનતના પૈસા રોકતા પહેલા અથવા તમારી પર્સનલ અને બેંકિંગ વિગતો શેર કરતા પહેલા સરકારી વેબસાઈટ કે સત્તાવાર સ્ત્રોતો પરથી તેની ચકાસણી અચૂક કરી લો. આવી રાતોરાત અમીર બનાવતી લોભામણી સ્કીમો હંમેશા છેતરપિંડી જ હોય છે. જો તમને આવો કોઈ શંકાસ્પદ વીડિયો દેખાય, તો તરત જ તેની રિપોર્ટ કરો જેથી બીજા લોકો ફ્રોડનો ભોગ બનતા બચે.

Frequently Asked Questions

વાયરલ થયેલો PM મોદીનો રોકાણ વીડિયો શેના વિશે છે?

આ વીડિયોમાં ૨૨,૦૦૦ રૂપિયાનું રોકાણ કરીને દર મહિને ૩૦ લાખ રૂપિયા કમાવવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં વડાપ્રધાન મોદી અને નાણામંત્રી સીતારમણને એક રોકાણ પ્લેટફોર્મને સમર્થન આપતા દર્શાવાયા છે.

PIB ફેક્ટ ચેકે આ વીડિયો વિશે શું ખુલાસો કર્યો?

PIB ફેક્ટ ચેકે આ વીડિયોને AI દ્વારા બનાવાયેલો તદ્દન નકલી જાહેર કર્યો છે. તેણે લોકોને આવા 'ઇઝી મની' કૌભાંડોથી સાવધ રહેવા ચેતવણી આપી છે.

શું ભારત સરકારની આવી કોઈ રોકાણ યોજના છે?

ના, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે નાણામંત્રી નિર્મલા સીતારમણે આવી કોઈ પણ રોકાણ યોજનાને મંજૂરી આપી નથી. સરકારની આવી કોઈ યોજના નથી.

આવા કૌભાંડોથી બચવા માટે શું કાળજી લેવી જોઈએ?

કોઈપણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા સરકારી વેબસાઈટ કે સત્તાવાર સ્ત્રોતો પરથી તેની ચકાસણી કરો. શંકાસ્પદ વીડિયોની તરત રિપોર્ટ કરો.

Advertisement

ટોપ સ્ટોરી

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Embed widget