શોધખોળ કરો

મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ! વધારી e-KYC ની ડેડલાઈન, આ છે કેવાયસી માટેની છેલ્લી તારીખ

મોદી સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક મદદ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી.

દેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કરોડો લાભાર્થીઓને સરકારે મોટી ભેટ આપી છે. આ યોજનામાં, કેન્દ્ર સરકારે ઇ-કેવાયસીમાં મોટા ફેરફારો કરીને તેની સમયમર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ, આ યોજના હેઠળ, ખેડૂતોએ 31 માર્ચ, 2022 સુધીમાં ઇ-કેવાયસી કરવું જરૂરી હતું. હવે સરકારે KYCની સમયમર્યાદા વધારીને 22 મે 2022 કરી છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. દેશના જીડીપીમાં કૃષિનો ફાળો લગભગ 17 થી 18 ટકા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને સસ્તા કૃષિ સાધનો, વીજળી, પાણી, આર્થિક મદદ વગેરેની મદદ આપવામાં આવે છે.

શું છે પીએમ કિસાન યોજના?

મોદી સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક મદદ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, સરકાર ગરીબ, નબળા આવક જૂથ અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ યોજના હેઠળ મળેલી મદદ ત્રણ હપ્તામાં એટલે કે 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના 10 હપ્તાઓ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજનાનો 11મો હપ્તો એપ્રિલ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ઇ-કેવાયસી વિના 11મા હપ્તાના નાણાં ઉપલબ્ધ થશે નહીં

સરકારે ઇ-કેવાયસીની સમયમર્યાદા 22 મે 2022 સુધી લંબાવી છે. પરંતુ તમને જણાવી દઈએ કે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને આગામી મહિનાના હપ્તાનો લાભ નહીં મળે. ઇ-કેવાયસી વિના, આગામી હપ્તાના પૈસા અટકી જશે. સરકારે ખેડૂતોને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે KYCની સુવિધા આપી છે. તમે પીએમ કિસાન વિધી પોર્ટલની મુલાકાત લઈને ઈ-કેવાયસી ઓનલાઈન કરી શકો છો. આ ઉપરાંત ખેડૂતો ઘરની નજીકના CSC સેન્ટરમાં પણ KYC કરાવી શકે છે.

KYC કેવી રીતે કરવું

ઇ-કેવાયસી કરવા માટે, સૌ પ્રથમ, https://pmkisan.gov.in/ પોર્ટલ પર ક્લિક કરો.

અહીં તમને જમણી બાજુએ એક ટેબ મળશે જેમાં e-KYC લખેલું હશે. તેના પર ક્લિક કરો.

આ પછી, તમે આધાર નંબર દાખલ કરીને ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.

આ ઉપરાંત, તમે બાયોમેટ્રિક માહિતી આપીને નજીકના CSC કેન્દ્રોની મુલાકાત લઈને પણ e-KYC કરાવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Embed widget