આ સરકારી બેંકે ફરીથી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો હવે FD પર કેટલું વ્યાજ મળશે
લોન પરના વ્યાજ દરમાં વધારો કરવા ઉપરાંત બેંક ડિપોઝિટ પરના વ્યાજદરમાં પણ વધારો થયો છે. આનાથી રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવાનું આકર્ષક બન્યું છે.
![આ સરકારી બેંકે ફરીથી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો હવે FD પર કેટલું વ્યાજ મળશે PNB FD Interest Rate: PNB again increased interest rates on fixed deposits, see you will get this much profit આ સરકારી બેંકે ફરીથી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો હવે FD પર કેટલું વ્યાજ મળશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/16/e66282a47e6e775ea1426c669edaf1d61657951593_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PNB FD Interest Rates Hike: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ પહેલા પણ PNBએ તેના FDના દરમાં વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં વધારા બાદ એક પછી એક બેંકે વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.
નવા અસરકારક રેટ
લોન પરના વ્યાજ દરમાં વધારો કરવા ઉપરાંત બેંક ડિપોઝિટ પરના વ્યાજદરમાં પણ વધારો થયો છે. આનાથી રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવાનું આકર્ષક બન્યું છે. PNBએ 2 કરોડ રૂપિયાથી ઓછીની FD સ્કીમ પર વ્યાજ વધારવાની જાહેરાત કરી છે. વ્યાજના નવા દર 20 જુલાઈ, 2022થી લાગુ થઈ ગયા છે.
આ રહ્યા નવા વ્યાજ દરો
PNB બેંકે 7 થી 45 દિવસમાં પાકતી FD પર તેના વ્યાજ દરો 3 ટકા પર સ્થિર રાખ્યા છે.
46 થી 90 દિવસમાં પાકતી FD પર 3.25 ટકા વ્યાજ ચૂકવશે.
91 થી 179 દિવસની વચ્ચે પાકતી FD પર 4 ટકા વ્યાજ મળશે.
180 દિવસ અને 1 વર્ષથી ઓછી મુદતની પાકતી મુદત પર 4.50 ટકાના દરે વ્યાજ ચૂકવશે.
બેંક 1 વર્ષમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.30 ટકાના વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે.
બેંકે 1 વર્ષથી વધુ અને 1 વર્ષ સુધીની પાકતી FD પર વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.45 ટકા કર્યો છે.
2 વર્ષથી વધુ અને 3 વર્ષ સુધીની પાકતી થાપણો પર 5.50 ટકા વ્યાજ દર ચૂકવવાનું ચાલુ રાખશે.
PNBએ 3 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધીની પાકતી થાપણો પર વ્યાજ દર 0.25 ટકા વધારીને 5.75 ટકા કર્યો છે.
5 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીની પાકતી FD પર વ્યાજ દર 5.60 ટકા હશે.
PNBએ 1111 દિવસમાં પાકતી FD પર વ્યાજ દર 0.25 ટકાથી વધારીને 5.75 ટકા કર્યો છે.
આ બેંકોએ વ્યાજમાં વધારો કર્યો છે
નોંધનીય છે કે એસબીઆઈ, એક્સિસ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, આઈડીબીઆઈ બેંકે તેમના એફડી દરમાં વધારો કર્યો છે. આ દરો વધારવાની પ્રક્રિયા આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા બાદ શરૂ થઈ છે. રિઝર્વ બેંકે મે અને જૂનમાં સળંગ બે મહિના માટે મુખ્ય દરોમાં 0.9 નો વધારો કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)