શોધખોળ કરો

PNB SCAM: નીરવ મોદીની બહેને બ્રિટનના બેંક ખાતામાંથી 17.25  કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા 

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે.

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ મામલામાં નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં પડેલા 17.25 કરોડ રૂપિયા ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નિવેદન જારી કરી આ જાણકારી આપી છે. 

ઈડીએ એક નિવેદનમાં કહ્યું, ‘‘24 જૂને પૂર્વી મોદીએ ઈડીને જાણ કરી કે તેને લંડન, બ્રિટનમાં તેના નામ પર એક બેંક ખાતાની ખબર પડી છે જે તેના ભાઈ નીરવ મોદીના કહેવા પર ખોલાવવામાં આવ્યું હતું અને આ પૈસા તેના નહોતા.’’

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘‘પૂર્વી મોદીને સમગ્ર અને યોગ્ય ખુલાસો કરવાની શરતો પર માફીની મંજૂરી આપવામાં આવી હતી, એટલે તેણે બ્રિટનના બેંક ખાતામાંથી 23,16,889.03 અમેરીકી ડોલરની રકમ ભારત સરકારના ઈડીના બેંક ખાતામાં મોકલી આપી છે. ’’

આ પહેલા બ્રિટનની અદાલતથી ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો હતો. યૂકે હાઈકોર્ટે 23 જૂને નિરવ મોદીના ભારત પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલ કરવાની અરજીને નકારી દીધી હતી. આ રીતે તે પ્રત્યર્પણ રોકવા સંબંધી અપીલના પ્રથમ તબક્કાની લડાઈ હારી ગયો હતો. 

બ્રિટનની ગૃહ મંત્રી પ્રીતિ પટેલે એપ્રિલમાં નીરવ મોદીને ભારત પ્રત્યર્પિત કરવાનો આદેશ આપ્યો હતો, જે છેતરપિંડી અને પૈસાની અવૈદ્ય હેરાફેરીના આરોપોથી ઘેરાયેલો છે. હાઈકોર્ટના જજની સામે નીરવની અપીલ 'દસ્તાવેજી' નિર્ણય કરવા સંબંધિત હતી કે શું તેને ભારતને પ્રત્યર્પિત કરવા સંબંધી ગૃહ મંત્રીના નિર્ણય કે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ અદાલતના ફેબ્રુઆરીના આદેશ વિરુદ્ધ અપીલનો કોઈ આધાર છે. 

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી અને નીરવ મોદી પર કેટલાક બેન્ક ઓફિસરની સાથે મિલીભગત કરી (પીએનબી) ની સાથે કથિત રીતે 13500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી આ સમયે લંડનની જેલમાં બંધ છે, તો ચોકસી ડોમિનિકાની જેલમાં છે. આ બન્ને વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તપાસ કરી રહી છે અને તેને ભારત પરત લાવવાનો પ્રયાસ જારી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?

Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી

માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
Ukraine: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર બોલાચાલી યુક્રેનને પડી ભારે, અમેરિકાએ સૈન્ય સહાયતા રોકી
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
માર્ચના પ્રથમ સપ્તાહમાં બહાર પડી આ સરકારી નોકરીઓ, સારા પગાર સાથે મળશે અનેક ફાયદા
પોતાના આધાર કાર્ડને કેવી કરશો લૉક? ખૂબ સરળ છે પ્રોસેસ

India vs Australia: જો વરસાદના કારણે સેમિફાઇનલ મેચ રદ્દ થાય તો આ ટીમને મળશે ફાઇનલની ટિકિટ

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ

Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી

Embed widget