શોધખોળ કરો

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર વર્ષે કમાઓ પૂરા ₹2,46,000 વ્યાજ! જાણો સ્કીમ વિશે સંપૂર્ણ જાણકારી

Post Office SCSS: સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) વડીલો માટે એક સુરક્ષિત રોકાણ છે, જેમાં શાનદાર વ્યાજની સાથે રેગ્યુલર આવક અને ટેક્સ બેનિફિટ પણ મળે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોસ્ટ ઓફિસ SCSS 8.2% વાર્ષિક વ્યાજ, 5 વર્ષની મુદત.
  • ₹30 લાખ રોકાણ પર વાર્ષિક ₹2,46,000 કમાણી.
  • કલમ 80TTB હેઠળ ₹50,000 સુધી ટેક્સ કપાત.

Post Office SCSS: જો તમે નિવૃત્તિ પછી કોઈ પણ જાતના જોખમ વિના રેગ્યુલર આવક મેળવવા માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને વડીલો માટે બનાવવામાં આવેલી આ સરકારી યોજનામાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે અને તેના પર 8.2% જેવું જબરદસ્ત વાર્ષિક વ્યાજ પણ મળે છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે દર વર્ષે અંદાજે ₹2,46,000 સુધીની કમાણી કરી શકો છો, જે તમારી વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવશે.

વ્યાજદર અને રોકાણની મુદત

કેન્દ્ર સરકાર દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરો નક્કી કરવામાં આવે છે. એપ્રિલથી જૂન 2026 ના ત્રિમાસિક ગાળા માટે સરકારે SCSS ના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 8.2% પર યથાવત રાખ્યો છે. આ સ્કીમની પાકતી મુદત (મેચ્યોરિટી) 5 વર્ષની હોય છે. જોકે, ખાતું પાક્યા પછી જરૂર પડે તો તમે તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકો છો.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: હવે પાણીથી ચાલશે વાહનો! વિદેશી કંપનીએ શોધી નવી ફોર્મ્યુલા

₹2,46,000 ની કમાણી કેવી રીતે થશે?

આ યોજનામાં તમે ઓછામાં ઓછા ₹1,000 થી રોકાણની શરૂઆત કરી શકો છો.

તમે તમારા નામે સિંગલ અથવા તમારા જીવનસાથી સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો.

આ સ્કીમમાં વધુમાં વધુ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે.

જો કોઈ વરિષ્ઠ નાગરિક આ સ્કીમમાં પૂરા ₹30 લાખ જમા કરાવે છે, તો તેમને 8.2% ના વ્યાજદર મુજબ દર ત્રણ મહિને (દર ક્વાર્ટરે) આશરે ₹61,500 વ્યાજ પેટે મળે છે.

એટલે કે, વર્ષમાં ચાર વખત મળતી આ રકમ વાર્ષિક ₹2,46,000 જેટલી થાય છે. નોકરીમાંથી નિવૃત્ત થયેલા લોકો માટે આ નિયમિત આવકનો એક બહુ સારો સ્ત્રોત બની રહે છે.

ખાસ નોંધ: જો ખાતામાં નક્કી કરેલી મર્યાદા કરતા વધુ રકમ જમા થઈ જાય, તો વધારાની રકમ ખાતેદારને પરત કરી દેવામાં આવે છે. તે વધારાની રકમ પર જમા કર્યાની તારીખથી લઈને ઉપાડ્યાની તારીખ સુધી પોસ્ટ ઓફિસના સામાન્ય બચત ખાતા જેટલું જ વ્યાજ ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹2,00,000 જમા કરો અને ₹90,000 વ્યાજ મેળવો, જાણો કેલક્યુલેશન

ટેક્સમાં છૂટછાટ અને અન્ય ફાયદા

રોકાણ કરતા પહેલા ટેક્સના નિયમો પણ જાણી લેવા જરૂરી છે. આ યોજના હેઠળ મળતું વ્યાજ કરપાત્ર (Taxable) છે. પરંતુ, રાહતની વાત એ છે કે વરિષ્ઠ નાગરિકો આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ ₹50,000 સુધીની કપાત (ડિડક્શન) નો લાભ લઈ શકે છે. ટૂંકમાં, જે વડીલો સુરક્ષિત રોકાણ સાથે ભરોસાપાત્ર અને રેગ્યુલર આવક ઈચ્છે છે, તેમના માટે આ પોસ્ટ ઓફિસ સ્કીમ એકદમ પરફેક્ટ છે.

Frequently Asked Questions

પોસ્ટ ઓફિસ SCSS યોજના શું છે?

પોસ્ટ ઓફિસ SCSS (Senior Citizen Savings Scheme) એ વરિષ્ઠ નાગરિકો માટે જોખમ વિના નિયમિત આવક મેળવવા માટેની સરકારી યોજના છે. તેમાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે અને 8.2% વાર્ષિક વ્યાજ મળે છે.

SCSS યોજનામાં કેટલા સમય માટે રોકાણ કરી શકાય છે?

આ યોજનાની મૂળ પાકતી મુદત 5 વર્ષની છે. જરૂર પડે તો, તમે ખાતું પાક્યા પછી તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકો છો.

SCSS યોજનામાં મહત્તમ કેટલું રોકાણ કરી શકાય છે અને તેના પર કેટલી કમાણી થઈ શકે છે?

આ યોજનામાં મહત્તમ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. 8.2% વ્યાજદર મુજબ, ₹30 લાખના રોકાણ પર વાર્ષિક ₹2,46,000 સુધીની કમાણી થઈ શકે છે.

SCSS યોજનામાં મળતા વ્યાજ પર ટેક્સ લાગે છે?

હા, SCSS યોજના હેઠળ મળતું વ્યાજ કરપાત્ર છે. પરંતુ, વરિષ્ઠ નાગરિકો આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ ₹50,000 સુધીની કપાતનો લાભ લઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

Embed widget