શોધખોળ કરો

Post Office ની આ યોજના છે સુપરહિટ, નિવૃત્તિ  બાદ દર મહિને મળશે 20,000  

પોસ્ટ ઓફિસમાં ઘણી સરકારી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ટેક્સ બચત અને વધુ વળતરની સાથે રોકાણની સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવે છે.

Post Office Saving Scheme: પોસ્ટ ઓફિસમાં ઘણી સરકારી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ટેક્સ બચત અને વધુ વળતરની સાથે રોકાણની સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવે છે. આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં તમે રોકાણ કરીને સારી એવી રકમ મેળવી શકો છો.

આજકાલ લોકો એ વિચારીને રોકાણ કરે છે કે નિવૃત્તિ પછી વૃદ્ધાવસ્થામાં તેમને નિયમિત આવક મળશે, જેથી તેમને કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. આ પાસાઓ પર, સિનિયર સિટિજન સેવિંગ સ્કીમ (SCSS) એકદમ સાચી સાબિત થાય છે, જે પોસ્ટ ઓફિસની બચત યોજના છે અને તેમાં રોકાણ પર વાર્ષિક વ્યાજ 8 ટકાથી વધુ મળી રહ્યું છે.

સલામતી, સારુ વળતર અને ટેક્સ લાભો

સિનિયર સિટિજન સેવિંગ સ્કીમ(Senior Citizen Savings Scheme) ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં સુરક્ષા,  શાનદાર વળતર અને ટેક્સ લાભો સાથે નિયમિત આવકની તક પૂરી પાડે છે. આ યોજનાનો ઉપયોગ નિવૃત્તિ પછી નિયમિત આવક માટે પણ થઈ શકે છે. ભારતમાં રહેતા વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે એકસાથે રોકાણ કરી શકે છે અને ટેક્સ લાભ સાથે સારુ વળતર મેળવી શકે છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષની છે અને વાર્ષિક 8.2 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.

SCSS ની વિશેષતાઓ 

મેચ્યોરિટી: 5 વર્ષ
વ્યાજ દર: વાર્ષિક 8.2%
ન્યૂનતમ રોકાણઃ રૂ. 1000
મહત્તમ રોકાણઃ રૂ. 30 લાખ
ટેક્સ લાભ: કલમ 80C હેઠળ ઉપલબ્ધ
પ્રીમેચ્યોર ક્લોઝરની સુવિધા: ઉપલબ્ધ
નોમિની સુવિધા: ઉપલબ્ધ

કેટલા ખાતા ખોલી શકાય છે 

સિનિયર સિટિજન સેવિંગ સ્કીમમાં તમે તમારી પત્ની સાથે સિંગલ એકાઉન્ટ અથવા જોઈન્ટ ખાતું ખોલી શકો છો. આ સિવાય જો પતિ-પત્ની બંને આ માટે લાયક હોય તો બે અલગ-અલગ ખાતા પણ ખોલાવી શકાય છે. એક ખાતામાં અથવા પત્ની સાથેના સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 30 લાખ રૂપિયા અને વધુમાં વધુ 60 લાખ રૂપિયા બે અલગ-અલગ ખાતામાં જમા કરાવી શકાય છે. 5 વર્ષની પાકતી મુદત પછી તમે આ એકાઉન્ટને વધુ 3 વર્ષ માટે વધારી શકો છો.

જો તમે સિનિયર સિટિજન સેવિંગ સ્કીમ દ્વારા નિયમિત આવક મેળવવા માંગો છો, તો તમે દર 3 મહિને 60150 રૂપિયા અથવા 20050 રૂપિયા માસિક કમાશો. જો તમે આ પૈસા નહીં ઉપાડો તો તમને 5 વર્ષમાં કુલ 12 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. 5 વર્ષ પછી તમારી સંપૂર્ણ જમા થયેલી મૂડી એટલે કે તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ પણ પરત કરવામાં આવશે. મેચ્યોરિટી પછી તમે તેમાં ફરીથી રોકાણ કરી શકો છો. 

10 વર્ષમાં 5000 કે 10000 ની મહિને SIP થી કેટલા પૈસા જમા થશે ? જાણો કેલક્યુલેશન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Embed widget