શોધખોળ કરો
1 નવેમ્બરથી સરકારી બેંકોના સમયમાં થશે ફેરફાર, આ રાજ્યમાં સૌ પ્રથમ થશે અમલવારી
પહેલા એજ વિસ્તારની બેન્કો અલગ-અલગ સમયે ખુલતી,પરંતુ હવે તેમ નહીં થાય.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં PSU બેંકોનો નવું ટાઈમ ટેબલ નક્કી થઈ ગયું છે. હવે બેંક એક જ સમયે ખુલશે અને બંધ થશે. તમને જણાવીએ કે હાલમાં બેંકોમાં સવારે 10 કલાકથી લઈને સાંજે 5 કલાક સુધી કામકાજ થાય છે. પરંતુ રૂપિયાની લેવડદેવડ બપોરે 3-30 કલાક સુધી થાય છે. બેંકોનો નવો ટાઈમ ટેબલ બેંકર્સ કમિટીએ નક્કી કર્યો છે.
તમને જણાવી દઇએ કે નાણામંત્રાલયે બેન્કોના ખુલવાના સમયને વ્યવસ્થીત કરવા કડક સુચના આપી છે. નાણા મંત્રાલયની બેઠકમાં જણાવાયુ કે બેન્કનું કામ કાજ ગ્રાહકોની સગવળતા પ્રમાણે ચાલવુ જોઇએ,અને આ માટે જ બેન્કોના ખુલવાના ફેરફારને પણ મંજુરી આપવામાં આવી છે.
પહેલા એજ વિસ્તારની બેન્કો અલગ-અલગ સમયે ખુલતી,પરંતુ હવે તેમ નહીં થાય, નાણા મંત્રાલય તરફથી બેન્કિંગ સમયમાં બદલાવ માટે ત્રણ વિકલ્યો આપવામાં આવ્યા છે. પહેલા વિકલ્પમાં સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યાનો સમય રહેશે, બીજા વિકલ્પમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યાનો સમય રહેશે. અને ત્રીજા વિકલ્પમાં સવારે 11 વાગ્યા થી સાંજે 5 વાગ્યાનો સમય પહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement