શોધખોળ કરો

ફાટશે નહીં... પલળશે નહીં, માત્ર 50 રૂપિયામાં બનશે હાઈટેક આધાર, UIDAIની આ સલાહ માની લો

UIDAI Aadhaar advice: પીવીસી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપની મદદથી પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરીને તેને મંગાવી શકો છો.

PVC Aadhaar Card: આધાર કાર્ડ આજના સમયમાં માત્ર તમારી ઓળખનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. પરંપરાગત રીતે મળતું આધાર કાર્ડ જાડા કાગળ પર પ્રિન્ટ કરાવીને લેમિનેટ કરેલું હોય છે, આવી સ્થિતિમાં તેનું આયુષ્ય ઓછું જ હોય છે અને તે ભીનું થવાથી ગળીને બગડી જાય છે, અથવા વૉલેટમાં રાખવાથી ફાટી જાય છે. આવી સ્થિતિમાં માત્ર 50 રૂપિયા ખર્ચ કરીને તમે હાઈટેક આધાર કાર્ડ મેળવી શકો છો, જે ન તો ફાટશે અને ન તો ગળશે. યુઆઈડીએઆઈ પણ આધાર વપરાશકર્તાઓને પીવીસી આધાર બનાવવાની સલાહ આપી રહ્યું છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈએ એકવાર ફરી ટ્વિટર (હવે X) પ્લેટફોર્મ પર આધાર કાર્ડ વપરાશકર્તાઓને પીવીસી આધાર બનાવવાની સલાહ આપી છે. શુક્રવારે કરવામાં આવેલા એક એક્સ પોસ્ટ પર યુઆઈડીએઆઈએ લખ્યું છે, 'આધાર પીવીસી કાર્ડ એક વૉલેટ સાઈઝનું કાર્ડ છે, જે પહેલાં કરતાં વધુ સુરક્ષિત છે અને તેને માત્ર 50 રૂપિયામાં ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે. ત્યારબાદ નવું આધાર સ્પીડપોસ્ટ દ્વારા તમારા સરનામે મોકલી આપવામાં આવશે.'

પીવીસી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા મોબાઈલ કે લેપટોપની મદદથી પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરીને તેને મંગાવી શકો છો. આ આધાર કાર્ડ મંગાવવા માટે ખર્ચ થતા 50 રૂપિયામાં સ્પીડ પોસ્ટનો ખર્ચ પણ સામેલ છે. જો તમે તમારા સિવાય તમારા પરિવારના અન્ય સભ્યોનું પીવીસી કાર્ડ મંગાવવા માંગો છો, તો પછી તમારે અલગ-અલગ નંબરોથી કૉલ કરવાની જરૂર નથી, પરંતુ એક જ નંબરથી ઓર્ડર કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

અરજી કરવાની આ છે પ્રક્રિયા

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યુઆઈડીએઆઈ) દ્વારા પીવીસી આધાર કાર્ડ મંગાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. આ કામ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે પછી લેપટોપની મદદથી કરી શકો છો. આ માટે તમારે કેટલાક પગલાં અનુસરવા પડશે...

  • યુઆઈડીએઆઈની વેબસાઈટ (https://uidai.gov.in) પર જવું પડશે.
  • 'My Aadhaar Section'માં 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો.
  • હવે 12 અંકનો આધાર નંબર અથવા 16 અંકની વર્ચ્યુઅલ આઈડી અથવા 28 અંકની EID દાખલ કરો.
  • આ નંબર દાખલ કર્યા પછી સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા દાખલ કરો. ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તેને દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • નવી સ્ક્રીન પર PVC કાર્ડની પ્રિવ્યૂ કોપી દેખાશે, જેમાં તમારા આધાર સાથે સંબંધિત તમામ વિગતો હશે.
  • સ્ક્રીન પર દેખાતી તમામ માહિતીને ચકાસો અને તેનાથી સંતુષ્ટ થયા પછી ઓર્ડર પ્લેસ કરી દો.
  • અંતમાં પેમેન્ટ કરવાનો વિકલ્પ આવશે. તમે UPI, નેટ બેંકિંગ અથવા ડેબિટ-ક્રેડિટ કાર્ડથી 50 રૂપિયાની ચુકવણી કરો.
  • આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારી પીવીસી આધારની વિનંતી પર આગળની પ્રક્રિયા શરૂ થઈ જશે.
  • પેમેન્ટ સફળ થયા પછી આધાર પીવીસી કાર્ડને તમારા સરનામે મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
  • જણાવી દઈએ કે ઓનલાઈન PVC આધાર ઓર્ડર કર્યા પછી તેને ઘર સુધી પહોંચતા વધુમાં વધુ 15 દિવસ લાગશે.

આ પણ વાંચોઃ

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget