શોધખોળ કરો

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

ભારત સરકાર તેના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આવી જ એક રાશન કાર્ડ યોજના છે જેના દ્વારા સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ પૂરું પાડે છે.

Ration Card E-Kyc: ભારત સરકાર તેના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આવી જ એક રાશન કાર્ડ યોજના છે જેના દ્વારા સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ પૂરું પાડે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ પર ખૂબ જ ઓછી કિંમતે રાશન આપવામાં આવે છે. એટલું જ નહીં રાશન કાર્ડની મદદથી નાગરિકો સરકારની અન્ય ઘણી યોજનાઓનો લાભ પણ મેળવી શકે છે. સરકારે તાજેતરમાં રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ માહિતી બહાર પાડી છે. જે અંગે તમામ રેશનકાર્ડ ધારકોને જાણ હોવી જોઈએ.

રાશન બંધ થઈ જશે, આ કામ ઝડપથી કરો 

આ માહિતી અનુસાર, તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના ઇ-કેવાયસી એટલે કે ઇલેક્ટ્રોનિક કેવાયસી સમયસર પૂર્ણ કરવાનું રહેશે. જો કોઈ રેશનકાર્ડ ધારક સમયસર તેનું ઈ-કેવાયસી પૂર્ણ નહીં કરે તો તેનું નામ રેશનકાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને તેને રાશન મળવાનું બંધ થઈ જશે. આ પગલા પાછળ સરકારનો ઉદ્દેશ્ય એ છે કે રાશન યોગ્ય અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવું જોઈએ અને તેનો દુરુપયોગ ન થવો જોઈએ.

ઇ-કેવાયસી કરાવવાની અંતિમ તારીખ 

અગાઉ ઇ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર 2024 હતી, જે પછીથી વધારીને 30 નવેમ્બર 2024 કરવામાં આવી હતી. હવે ફરી એકવાર સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. જો કોઈ રેશનકાર્ડ ધારક 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ઇ-કેવાયસી નહીં કરાવે, તો 1 જાન્યુઆરી, 2025 થી, તેમને સરકાર તરફથી ઓછા ભાવે રાશન મળવાનું બંધ થઈ જશે.  અને જે લોકો ઈ-કેવાયસી કરાવતા નથી તેમના નામ રાશન લાભાર્થીની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે.

જો તમે પણ તમારા રેશન કાર્ડ પર સરકારની આ સુવિધાનો લાભ લો છો, તો શક્ય તેટલી વહેલી તકે તમારું ઇ-કેવાયસી પૂર્ણ કરો નહીંતર રાશનની પ્રાપ્તિ બંધ થઈ જશે.

તમે મફતમાં e KYC  કરી શકો છો 

ઘણી વખત લોકો આજીવિકાની શોધમાં ગામ છોડીને શહેરમાં આવે છે. આવા લોકો દેશમાં ગમે ત્યાંથી રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરી શકે છે. આ માટે તેમને તેમના ગામ કે રાજ્યમાં પાછા ફરવાની જરૂર નથી. તેઓ તેમની નજીકની સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈને મફતમાં e KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

ઇ-કેવાયસી કરાવવાની રીત 

ઇ-કેવાયસી કરાવવું મુશ્કેલ નથી. તમે તમારી e KYC પ્રક્રિયાને નીચે દર્શાવેલ રીતે સરળતાથી પૂર્ણ કરી શકો છો.

સ્ટેપ 1. ઈ-કેવાયસી કરાવવા માટે, સૌ પ્રથમ રેશનકાર્ડ ધારકોએ તેમના આધાર કાર્ડ અને રેશનકાર્ડ સાથે નજીકની રાશનની દુકાનમાં જવું પડશે.
સ્ટેપ 2. તમારે દુકાન પર હાજર POS મશીન પર તમારી ઓળખ ચકાસવી પડશે. જેના માટે તમારે તમારો અંગૂઠો POS મશીન પર લગાવવો પડશે.
સ્ટેપ 3. ફિંગરપ્રિન્ટ ચકાસણી પછી, તમારી e KYC પ્રક્રિયા પૂર્ણ થશે.
સ્ટેપ 4. એકવાર ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી રાશન ડીલર સાથે તેની પુષ્ટિ કરો.  

રાશન કાર્ડ E-KYC ના નામે થઈ રહી છે છેતરપિંડી, આ રીતે ઓળખો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવોHun To Bolish : હું તો બોલીશ : માનવતાની મીઠાશPonzi scheme: વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ, કેસર ગ્રુપે રોકાણકારોને ચૂનો ચોપડ્યો?Chhota Udepur News: નસવાડીમાં કપિરાજનો આતંક, દુકાનમાં ઘૂસી જઈ હુમલો કરતા મચી દોડભાગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
Pushpa 2 Breaks Box Office Records: 'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
Embed widget