RBI Governor: RBI લઇને આવી રહી છે નવી ટેકનોલોજી, RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ- શું છે નવો પ્લાન?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં નવી ટેક્નોલોજી લાવવા જઈ રહી છે
RBI Governor Shaktikanta Das Speech: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં નવી ટેક્નોલોજી લાવવા જઈ રહી છે. જેની મદદથી બેંકિંગ સેક્ટરને નવજીવન મળશે. આરબીઆઈએ તેના મોડ્યુલ અને ડેટા એનાલિસિસ માટે કેટલાક જરૂરી પગલાં લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. આરબીઆઈ 2023-2025ના સમયગાળા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) પર આધારિત પ્લેટફોર્મ ઉત્કર્ષ 2.0 લોન્ચ કરવા જઈ રહી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે માહિતી આપી હતી.
યોજના શું છે?
મીડિયા અહેવાલો અનુસાર, આરબીઆઈના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ડેટા એનાલિસિસ અને માહિતીના સ્ટોરેજ માટે AI અને મશીન લર્નિંગ (ML) સંચાલિત સાધનો અપનાવવા એ ઉત્કર્ષ 2.0 નો અભિન્ન ભાગ હશે. ઉત્કર્ષ 2.0 ગ્રાહકોમાં બેંકોની વિશ્વસનીયતા વધુ મજબૂત કરશે. આ સુપરવિઝનને મજબૂત કરવાની સાથે નવી ટેક્નોલોજીના આધારે RBIમાં નાગરિકોનો વિશ્વાસ વધારવામાં મદદ કરશે.
2019-2022ના સમયગાળાને આવરી લેતા આરબીઆઈનું પ્રથમ વ્યૂહરચના માળખું ઉત્કર્ષ જુલાઈ 2019માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આરબીઆઈ બેંકિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવવામાં સફળ રહી હતી. હવે તે તેના આગામી તબક્કા માટે તૈયાર છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્કર્ષ 2.0 પડકારરૂપ વૈશ્વિક અને સ્થાનિક પડકારોની પૃષ્ઠભૂમિમાં 2023 થી શરૂ થઈ રહ્યું છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારત G-20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. ઉત્કર્ષ 2.0 ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં અને દ્વિપક્ષીય, બહુપક્ષીય વેપારમાં ભારતીય રૂપિયાની સ્વીકૃતિ તરફ ભારતની સિદ્ધિઓ દર્શાવવાની અનન્ય તક પૂરી પાડે છે.
New Year 2023: નવા વર્ષ પર કેંદ્ર સરકારની ભેટ, હવે નાની બચત યોજનાઓ પર મળશે વધુ વ્યાજ
કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. જોકે, PPFના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વ્યાજ દરો 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે.
નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટર માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી, કેટલીક બચત યોજનાઓ પર વ્યાજ દરો 0.20 થી વધારીને 1.10 ટકા કરવામાં આવ્યા છે
1 જાન્યુઆરી, 2023 થી, એક થી પાંચ વર્ષની પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દર 1.1 ટકા વધશે. માસિક આવક યોજનામાં પણ વ્યાજ દર 6.7 ટકાથી વધારીને 7.1 ટકા કરવામાં આવ્યો છે. નાની થાપણ બચત યોજનાઓના વ્યાજ દરોમાં આ વધારો કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે કરવામાં આવ્યો છે