શોધખોળ કરો

સરકાર ફરી વેચી રહી છે સસ્તું સોનું, એક વર્ષમાં મળ્યું 30% વળતર!

ગોલ્ડ બોન્ડ ખીદવા માટે ડિજિટલ પેમેન્ટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે.

નવી દિલ્હીઃ સોનામાં રોકાણ કરવા ઇચ્છુક લોકો માટે સારા સમાચાર છે. સરાકર લોકોને સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. રોકાણકારો સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત સોનામાં રોકાણ કરી શકાય છે. આ સ્કીમ અંતર્ગત 31 ઓગસ્ટ એટલે કે આજથી સોનામાં રોકાણ કરવાની તક મળી રહી છે. આ તક એવા સમયે આવી છે જ્યારે સોનાની કિંમત રેકોર્ડ ઉંચાઈથી અંદાજે 5000 રૂપિયા નીચે આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 31 ઓગસ્ટના રોજ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનાં છઠ્ઠા તબક્કાની શરૂઆત કરી છે. જેમાં 4 સપ્ટેમ્બર સુધીમાં રોકાણ કરી શકાશે. આ માટે આરબીઆઇએ પ્રતિ ગ્રામ 5,117 રૂપિયા કિંમત નક્કી કરી છે. ડિજિટિલ પેમેન્ટ પર 50 રૂપિયાની છૂટ ગોલ્ડ બોન્ડ ખીદવા માટે ડિજિટલ પેમેન્ટ કરવા પર પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. આવા રોકાણકારો માટે બોન્ડની કિંમત 5067 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. સરાકરે ગોલ્ડ બોન્ડને રિઝર્વ બેંક ભારત સરકાર માટે બહાર પાડે છે. દેશમાં સોનાની આયાત ઘટાડવા માટે સરાકરે નવેમ્બર 2015માં આ યોજના રજૂ કરી હતી. નાણાંકીય વર્ષ 2019 20માં રિઝર્વ બેંકે દસ તબક્કામાં કુલ 2316.37 કરોડ રૂપિાય એટલે કે 6.13 ટન ગોલ્ડ બોન્ડ બહાર પાડ્યા હતા. સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોનાના બોન્ડ ખરીદી શકે છે. અહીં તમને જણાવી દઇએ કે સોવરિન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષ માટે આપવામાં આવે છે. તો પાંચમા વર્ષ પછી રોકાણકારને આ બોન્ડ યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ મળે છે. આ ગોલ્ડ બોન્ડનું વેચાણ વેપારી બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનો, પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સ્ચેંજ બીએસઈ અને એનએસઈ દ્વારા થાય છે. સોવરિન ગોલ્ડ બોન્ડ વિશે જાણવા માટેની મુખ્ય બાબતો
  • આ યોજના હેઠળ ન્યુનતમ રોકાણ 1 ગ્રામ છે.
  • નાણાકીય વર્ષ (એપ્રિલ માર્ચ) માં વ્યક્તિ દીઠ મહત્તમ રોકાણ 500 ગ્રામ છે.
  • ગોલ્ડ બોન્ડ યોજના ડીમેટ અને પેપર ફોર્મમાં ઉપલબ્ધ છે.
  • બોન્ડ્સ સ્ટોક એક્સચેંજ એનએસઈ અને બીએસઈ દ્વારા વેચે છે.
  • આ યોજનાનો કાર્યકાળ આઠ વર્ષનો છે, જેમાં 5 મી વર્ષથી બહાર નીકળવાના વિકલ્પો છે.
  • લોન મેળવવા માટે ગોલ્ડ બોન્ડનો ઉપયોગ કોલેટરલ તરીકે થઈ શકે છે.
  • ગોલ્ડ બોન્ડ ભારત સરકાર દ્વારા સમર્થિત છે, તેથી તે સાર્વભૌમ ગ્રેડ છે.
  • રોકાણની કૂંમત પર 2.5 ટકા ગેરેન્ટેડ ફિક્સ વ્યાજ પણ મળે છે.
  • બોન્ડનો ગાળો 8 વર્ષનો હોય છે અને 5માં વર્ષ બાદ પ્રીમેચ્યોર વિથડ્રોલ કરી શકાય છે.
  • 3 વર્ષ બાદ તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે.
  • મેચ્યોરિટી સુધી રાખવા પર કેપિટલ ગેન ટેક્સ નહીં લાગે.
પાછલા એક વર્ષમાં ત્રણ સોવરિન ગોલ્ડમાં શાનદાર વળતર મળ્યું છે. સપ્ટેમ્બર-2019માં ખુલેલ ગોલ્ડ બોન્ડનો ભાવ આરબીઆઈએ 3890 રૂપિયા પ્રતિ ગ્રામ રાખ્યો હતો. જ્યારે હાલનો ભાવ 5117 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ રીતે એક વર્ષમાં ગોલ્ડ બોન્ડનો ભાવ અંદાજે 30 ટકા સુધી વધી ગયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

વિડિઓઝ

Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા
Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Embed widget