શોધખોળ કરો

અનિલ અંબાણીની વધુ બે કંપનીઓને તાળાં, લોન આપવાના કારોબારમાંથી નીકળી જશે, હજારો લોકો ગુમાવશે નોકરી

અનિલ અંબાણીએ કહ્યું કે એડીએજી ગ્રુપે છેલ્લા 15 મહીનામાં 35,000 કરોડ રૂપિયાની લોન ચૂકવી છે.

મુંબઈઃ દેવાના સંકટમાં ઘેરાયેલી અનિલ અંબાણી સંચાલિત કંપની રિલાયન્સ કેપિટલ ડિસેમ્બરથી પોતાની બે સબ્સિડરી કંપનીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બંને કંપનીઓ ફાયનાન્સના કામકાજ સાથે જોડાયેલી છે. કંપનીએ સોમવારે આ જાણકારી આપી. રિલાયન્સ કેપિટલની બે ફાયનાન્સિંગ કંપનીઓ – રિલાયન્સ કૉમર્શિયલ ફાયનાન્સ તથા રિલાયન્સ હોમ ફાયનાન્સની કુલ સંપત્તિ 25 હજાર કરોડ રૂપિયા છે. આ બંને કંપનીઓ પર તાળાં લાગવાથી હજાર લોકો નોકરીઓ ગુમાવશે. અંબાણીની આ જાહેરાતના પગલે રિલાયન્સ કેપિટલનો શેર બીએસઈ પર 12.5% ઘટીને બંધ થયો હતો. અનિલ અંબાણીની જાહેરાતની અસર ગ્રુપની અન્ય કંપનીઓના શેર પર પણ પડી છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેર 5% નુકસાનમાં રહ્યાં હતા. રિલાયન્સ ઈનફ્રાસ્ટ્રકચરમાં 14% ઘટાડો આવ્યો છે. રિલાયન્સ પાવર 8% અને રિલાયન્સ નિપ્પન એસેટ મેનેજમેન્ટ 1.4% તૂટ્યો હતો. અનિલ અંબાણીની વધુ બે કંપનીઓને તાળાં, લોન આપવાના કારોબારમાંથી નીકળી જશે, હજારો લોકો ગુમાવશે નોકરી અનિલ અંબાણીએ કહ્યું કે એડીએજી ગ્રુપે છેલ્લા 15 મહીનામાં 35,000 કરોડ રૂપિયાની લોન ચૂકવી છે. કોઈ બેન્ક, નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની કે નાણાંકીય સંસ્થાને લોન લીધા વગર માર્ચ 2020 સુધી વધુ 15,000 કરોડ ચૂકવવામાં આવશે. સમુહના 60,000 કરોડ રૂપિયાની લેવડ-દેવડ રેગ્યુલેટરી અને આર્બિટ્રેશનની કાર્યવાહીમાં છેલ્લા 5-10 વર્ષથી અટકી છે. અમે રિલાયન્સ કેપિટલની કાયાકલ્પ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, લેન્ડિંગ બિઝનેસના બંધ ગયા પછી પણ રિલાયન્સ કેપિટલ આ કંપનીઓની ફાયનાન્શિયલ શેર હોલર તરીકે યથાવત રહેશે જેથી નવા મેનેજમેન્ટ અંતર્ગત શેરહોલ્ડર વેલ્યૂમાં વધારો થાય તથા રિલાયન્સ કેપિટલનું દેવુ 25 હજાર કરોડથી નીચે આવી શકે. બે વર્ષ પહેલા રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ પર તાળાં લાગ્યા બાદ અનિલ અંબાણીનો આ બીજો મોટો બિઝનેસ છે, જે બંધ થવા જઈ રહ્યો છે. અંબાણી ડિફેન્સ બિઝનેસ રિલાયન્સ નેવલ પણ ભારે આર્થિક સંકટોનો સામનો કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget