શોધખોળ કરો
Advertisement
ફાર્બ્સે ભારતના ટોપ 100 અમીર લોકોની જાહેર કરી યાદી, જાણો સૌથી ટોચ પર કોણ છે? નામ જાણીને ચોંકી જશો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટોપ પર છે. અહીં સતત 12મું વર્ષ છે જ્યાં મુકેશ અંબાણી ફોર્બ્સ ઈન્ડિયાની સૌથી અમીર ભારતીયોની ટોપ 100ની યાદીમાં ટોપ પર રહ્યાં છે.
નવી દિલ્હી: ફાર્બ્સે ભારતના ટોપ 100 સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ફરી એકવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટોપ પર છે. અહીં સતત 12મું વર્ષ છે જ્યાં મુકેશ અંબાણી ફોર્બ્સ ઈન્ડિયાની સૌથી અમીર ભારતીયોની ટોપ 100ની યાદીમાં ટોપ પર રહ્યાં છે.
લગભગ 28.4 કરોડના વધારા સાથે મુકેશ અંબાણી લગભગ 51.4 બિલિયનની કુલ સંપત્તિની સાથે પહેલા નંબરે રહ્યા છે. બીજી તરફ ગૌતમ અદાણીએ 8 પોઈન્ટની મોટી છલાંગ લગાવી છે અને આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. આ ઉપરાંત ઉદય કોટકે પહેલીવાર ટોપ 5માં સ્થાન મેળવ્યું છે.
સ્ટીલ નિર્માતા કંપની આર્સેલરના માલિક લક્ષ્મી મિત્તલ ફોર્બ્સની આ યાદીમાં ઘણાં નીચે પહોંચી ગયા છે. ગયા વર્ષે આ યાદીમાં ત્રીજા નંબરે રહેનારા લક્ષ્મી મિત્તલ 6 નંબર પરથી સીધા 9માં નંબરે પહોંચી ગયા છે. ફોર્બ્સ ઈન્ડિયા મુજબ, સ્ટીલની માંગ અને કિંમતોમાં ઘટાડાના કારણે આવું થયું છે. તેની સાથે જ ટોપ 10માં ફરી એકવાર અઝીમ પ્રેમજી જોવા મળ્યાં નથી.
1. મુકેશ અંબાણી : 5140 કરોડ ડોલર
2. ગૌતમ અદાણી : 1570 કરોડ ડોલર
3. હિન્દુજા બ્રધર્સ : 1560 કરોડ ડોલર
4. પી. મિસ્ત્રી : 1500 કરોડ ડોલર
5. ઉદય કોટક : 1480 કરોડ ડોલર
6. શિવ નાડર : 1440 કરોડ ડોલર
7. રાધાકૃષ્ણન દમાણી : 1430 કરોડ ડોલર
8. ગોદરેજ પરિવાર : 1200 કરોડ ડોલર
9. લક્ષ્મી મિત્તલ : 1050 કરોડ ડોલર
10. કુમાર મંગલમ બિરલા : 960 કરોડ ડોલર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion