શોધખોળ કરો
Advertisement
Reliance Jioએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, પ્રથમ વખત કોઈ ભારતીય ટેલીકોમ કંપનીએ મેળવી આ ઉપલબ્ધિ
સોમવારે TRAIએ પ્રગટ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વર્ષના જુલાઇમાં JIOએ 35 લાખ નવા ગ્રાહકો મેળવ્યા હતા.
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો દેશમાં 40 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કરનાર દેશની પ્રથમ ટેલીકોમ કંપની બની ગઈ છે. ટ્રાઈએ સોમવારે જાહેર કરેલ એક રિપોર્ટ અનુસાર કંપનીએ જુલાઈમાં 35 લાખ નવા ગ્રાહક જોડ્યા હતા. રિપોર્ટ પ્રમાણે દેશમાં કુલ ટેલીકોમ ગ્રાહકોની સંખ્યા જુલાઈથી થોડી વધીને 116.4 કરોડ થઈ ગઈ છે. જુલાઈમાં આ સંખ્યા 116 કરોડ હતી. આ સાથે મોબાઇલ માર્કેટમાં JIOનો હિસ્સો 35.03 ટકાનો થઇ ગયો હતો.
ભારતી એરટેલે જુલાઈમાં 32.6, BSNLએ 3.88 લાખ મોબાઈલ ગ્રાહક જોડ્યા હતા. આ દરમિયાન વોડાફોને 37 લાખથી વધુ અને MTNLએ 5457 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા.
સોમવારે TRAIએ પ્રગટ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વર્ષના જુલાઇમાં JIOએ 35 લાખ નવા ગ્રાહકો મેળવ્યા હતા. જુલાઇમાં JIOના મોબાઇલ ફોન કનેક્શન વધીને 114.4 કરોડ થઇ ગયા હતા. એમાં શહેરી વિસ્તારોમાં 61.9 અને ગ્રામ વિસ્તારોમાં 52.1 કરોડ ગ્રાહકોનેા સમાવેશ થયો હતો.
TRAIના રિપોર્ટમાં જણાવાયા મુજબ ઘણાં વરસો પછી પહેલીવાર લેન્ડ લાઇન કનેક્શનમાં પણ થોડો વધારો નોંધાયો હતો. જુલાઇમાં લેન્ડ લાઇન કનેક્શન વધીને 19 કરોડ 82 લાખ 20,419ની થઇ હતી. એમાં જીયો અને અન્ય કંપનીઓના પ્રદાનનો પણ સમાવેશ થયો હતો.
બ્રોડબેન્ડ કનેક્શન્સની વાત કરીએ તો તે જુલાઈમાં 1.03 ટકા વધીને 70.54 કરોડ પર પહોંચી ગઈ છે. જૂનમાં બ્રોડબેન્ડ જોડાણોની સંખ્યા 69.82 કરોડ હતી. જુલાઇમાં જીયોના બ્રોડબેન્ડ યુઝર 40.19 કરોડ, ભારતી એરટેલના 15.57 કરોડ, વોડાફોન આઈડિયાના 11.52 કરોડ, BSNLના 2.3 કરોડ અને એટ્રિયા કન્વર્જન્સ(Atria Convergence)ના 16.9 લાખ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement