શોધખોળ કરો
Advertisement
Jioની નવી ઓફર: બીજા નેટવર્ટ પર કોલ કરવા માટે કેટલી મીનિટ ફ્રી ટોક ટાઈમ મળશે? જાણો વિગત
ગ્રાહકોને પ્રથમ વખત તેમના ફોન રિચાર્જ કરવા પર 30 મીનિટ મફત ટોક ટાઈમ મળશે. આ વન-ટાઈમ ઓફર પ્લાનની જાહેરાત બાદથી પહેલા સાત દિવસો માટે ઉપલબ્ધ થશે.
રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. કંપનીએ ગ્રાહકોને 30 મીનિટનો મફત ટોક ટાઇમ આપવાનું શરૂ કર્યું છે. સુત્રો પ્રમાણે, ગ્રાહકોને પ્રથમ વખત તેમના ફોન રિચાર્જ કરવા પર 30 મીનિટ મફત ટોક ટાઈમ મળશે. આ વન-ટાઈમ ઓફર પ્લાનની જાહેરાત બાદથી પહેલા સાત દિવસો માટે ઉપલબ્ધ થશે.
જિયોની આ મર્યાદિત સમયગાળાની ઓફર તાજેતરના નિર્ણય બાદ 48 કલાકથી ઓછા સમયમાં રજૂ કરવામાં આવી છે. તેમના પેકનું રિચાર્જ કરનારા ગ્રાહકોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. રિલાયન્સ જિયોએ 9 ઓક્ટોબરે ચાર્જની જાહેરાત કરી હતી જેમાં જણાવાય્યું હતું કે, જિયો ગ્રાહકોને અન્ય નેટવર્ક પર કરવામાં આવતાં કોલ્સ માટે પ્રતિ મીનિટ 6 પૈસા ચૂકવવા પડશે. તેનું કારણ સમજાવતાં જિયોએ કહ્યું કે, ટ્રાઈ આઈયુસી હેઠળ પ્રતિ મીનિટ 6 પૈસા લે છે ત્યાર બાદ કંપની હવે તે ગ્રાહકો પાસેથી લેશે.
આ જાહેરાત સાથે જિયોએ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે નવો પ્લાન પણ જાહેર કર્યો છે. આ માટે જિયોએ 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો પ્લાન જાહેર કર્યો છે. 10 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને બીજા નેટવર્ક પર 124 મીનિટ કોલિંગ મળશે જ્યારે 20 રૂપિયામાં 249 મીનિટ કોલિંગની સુવિધા મળશે.
આ ઉપરાંત 50 રૂપિયામાં 656 મીનિટ અને 100 રૂપિયાના પ્લાનમાં 1362 મીનિટ કોલિંગ સુવિધા મળશે. જોકે આની ભરપાઈ કરવા માટે કંપની ડેટા યૂઝર્સને તેની કિંમતની બરાબર આપશે. 10 રૂપિયાના ટોપઅપ પર 1 જીબી, 20 રૂપિયામાં 2 જીબી, 50 રૂપિયામાં 5 જીબી અને 100 રૂપિયામાં 10 જીબી ડેટા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement