શોધખોળ કરો
રિલાયંસ Jio નો એક મહિનામાં 1.60 લાખ ગ્રાહકો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્લીઃ રિલાયંસ Jioએ એક મહિનામાં 1.60 લાખ ગ્રાહકો બનાવીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. મુકેશ અંબાણીના ચેરમેનપદ હેઠળની રિલાયન્સ Jio ઈન્ફોકોમે રિલાયંસ દ્વારા 5 સપ્ટેબરના રોજ પોતાની 4G સર્વિસ લૉંચ કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે જિઓ વેલકમ ઓપરને ભારતભરમાં મળેલા જબ્બર પ્રતિસાદથી અમને બેહદ આનંદ થયો છે. જિઓનું નિર્માણ પ્રત્યેક ભારતીયને ડેટાના પાવર વડે સમર્થ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરાયું છે. Jio એ દેશના 3,100 શહેરો અને નગરોમાં આધાર કાર્ડ-આધારિત પેપર-લેસ જિઓ સીમ એક્ટિવેશન યોજના શરૂ કરી છે. અંબાણીનું કહેવું છે કે આ પદ્ધતિથી ગ્રાહક અમુક મિનિટોમાં જ સીમ એક્ટિવેશન પ્રોસેસ પૂર્ણ કરી શકે છે. બસ, એ માટે એનો આધાર નંબર આવશ્યક છે.
વધુ વાંચો





















