Ola Electric Scooterમાં મળશે કાર જેવું જ આ ખાસ ફીચર, 15 ઓગસ્ટે થશે લોન્ચ
Ola તેના ઈ-સ્કૂટરની હોમ ડિલિવરી આપશે. એટલે કે, કંપની તેને સીધા ખરીદદારોના ઘરે પહોંચાડશે.
Ola Electric scooter 15 ઓગસ્ટના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. લોન્ચ પહેલા આ શાનદાર સ્કૂટરના ફીચર્સ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ કંપનીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓલાના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં રિવર્સ ગિયર પણ આપી શકાય છે. ઘણીવાર આ સુવિધા ટુ-વ્હીલરમાં જોવા મળતી નથી, પરંતુ આ મોસ્ટ અવેટેડ સ્કૂટરમાં આ ફીચર લાવી રહી છે. કંપનીએ શેર કરેલા વીડિયોમાં, સવાર ઓલા સ્કૂટરને રિવર્સમાં લેતા જોવા મળે છે.
સ્કૂટર હોમ ડિલિવરી હશે
Ola તેના ઈ-સ્કૂટરની હોમ ડિલિવરી આપશે. એટલે કે, કંપની તેને સીધા ખરીદદારોના ઘરે પહોંચાડશે. ઓલા એક ડાયરેક્ટ-ટૂ-કન્ઝ્યુમર વેચાણ મોડેલનો ઉપયોગ કરશે, તેથી ઓલાને પરંપરાગત ડીલરશીપ નેટવર્ક ઉભું કરવાની જરૂરિયાત નહીં રહે અને સમગ્ર ખરીદી પ્રક્રિયા ઉત્પાદક અને ખરીદનાર વચ્ચે જ રહેશે.
આ રંગોમાં ઉપલબ્ધ થશે
ભાવિશ અગ્રવાલના મતે ગ્રાહકો પેસ્ટલ રેડ, પેસ્ટલ યલો, પેસ્ટલ બ્લુ, મેટાલિક સિલ્વર, મેટાલિક ગોલ્ડ, મેટાલિક પિંક, મેટ બ્લેક, મેટ બ્લુ, મેટ ગ્રે કલર ઓપ્શન સાથે આ સ્કૂટર ખરીદી શકશે. અગાઉ પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે, 'ભારતની ઇલેક્ટ્રિક વાહન ક્રાંતિની એક શાનદાર શરૂઆત. 100,000+ ક્રાંતિકારીઓનો ખૂબ ખૂબ આભાર જેઓ અમારી સાથે જોડાયા અને તેમના સ્કૂટર બુક કરાવ્યા.'
Bajaj Chetak સાથે સ્પર્ધા કરશે
Ola Electric Scooterની ભારતમાં બજાજ ચેતક સાથે સ્પર્ધા કરશે. આ સ્કૂટર બજારમાં બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સ્કૂટરમાં 3 kWh ક્ષમતાની બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક મોટર 5.36 bhp પાવર અને 16 Nm ટોર્ક જનરેટ કરે છે. સંપૂર્ણ ચાર્જ કર્યા પછી, આ સ્કૂટર ઇકો મોડમાં 95 કિમી અને સ્પોર્ટ મોડમાં 85 કિમીની રેન્જ આપે છે.