શોધખોળ કરો

રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીના આ 9 ફેંસલાએ જીતી લીધા લોકોના દિલ, જાણો કઈ કઈ જાહેરાત કરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે 42મી વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના શેરહોલ્ડર્સને સંબોધન કર્યું હતું. આ દરમિયાન મુકેશ અંબાણીએ આમ આદમીને ફાયદો થાય તેવી અનેક જાહેરાત કરી હતી.

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે 42મી વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના શેરહોલ્ડર્સને સંબોધન કર્યું હતું. આ દરમિયાન મુકેશ અંબાણીએ આમ આદમીને ફાયદો થાય તેવી અનેક જાહેરાત કરી હતી. (1) જિયો ગીગા ફાઇબર પ્રીમિયર સર્વિસ અંતર્ગત ગ્રાહક ઘરે બેઠા ફિલ્મ રિલીઝ થાય તે દિવસે જ જોઈ શકશે. રિલાયન્સની આ સર્વિસ 2020માં લોન્ચ થશે. જ્યારે કોઈ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે ત્યારે તમે થિયેટરમાં ગયા વગર ઘરે બેઠા ફિલ્મ જોઈ શકશો. રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીના આ 9 ફેંસલાએ જીતી લીધા લોકોના દિલ, જાણો કઈ કઈ જાહેરાત કરી (2) મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરથી જિઓ ગીગાફાઈબરના કોમર્શિયલ લોન્ચની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે, રિલાયન્સ જિયોના ત્રણ વર્ષ પૂરા થવા પર 5 સપ્ટેમ્બર 2019થી જિઓ ગીગા ફાઈબરની કોમર્શિયલ સેવાઓ સમગ્ર દેશમાં ઉપલબ્ધ હશે. તેમણે જણાવ્યું કે, જિઓ ગીગા ફાઈબરની ઓછામાં ઓછી સ્પીડ 100 એમબીપીએસ હશે જે 1 જીબીપીએસ સુધી જશે. તેના માટે ગ્રાહકોએ 700 રૂપિયાથી લઈને 10000 હજાર રૂપિયા પ્રતિમાસ ખર્ચ કરવો પડશે. અમેરિકા અને કેનેડા કોલિંગ માટે અનલિમિટેડ પ્લાન 500 રૂપિયા પ્રતિ માસ હશે. રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીના આ 9 ફેંસલાએ જીતી લીધા લોકોના દિલ, જાણો કઈ કઈ જાહેરાત કરી (3) એજીએમમાં જિયો ગીગા ફાઈબરના પ્લાન્સની જાણકારી આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ગ્રાહકોને સારો અનુભવ આપવા માટે રિલાયન્સ જિયોએ ગીગા ફાઈબર અને જિયો સેટ ટોપ બોક્સમાં અનેક પ્લાન્સ બનાવ્યા છે. મુકેશ અંબાણી જણાવ્યું કે, જે ગ્રાહકો જિઓ ગીગા ફાઈબર અને જિઓ સેટ ટોપ બોક્સનો જિયો ફોર એવર પ્લાન્સ લેશે, તેને કંપની તરફથી 4કે ટીવી અને એચડી 4કે સેટ ટોપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે. જોકે, હાલમાં પ્લાન્સની કિંમત વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીના આ 9 ફેંસલાએ જીતી લીધા લોકોના દિલ, જાણો કઈ કઈ જાહેરાત કરી (4) સ્ટાર્ટ અપને ફ્રી ઈન્ટરનેટ, નેટવર્ક કનેક્ટિવિટી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પૂરો ખર્ચ જિયો ઉઠાવશે. ભવિષ્યમાં રિલાયન્સ જિયો સ્ટાર્ટ અપમાં રોકાણ કરવાનું વિચારી શકે છે. તેની સાથે જ રિલાયન્સ જિયોએ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 1500 રૂપિયા પ્રતિ માસ પર કનેક્ટિવિટી અને એપ્લિકેશન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. (5 ) રિલાયન્સના ચેરમેને એજીએમમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોના અભ્યાસનો પૂરો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી. મુકેશ અંબાણીની આ પહેલથી એજીએમ મીટિંગનો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. રિલાયન્સની AGMમાં મુકેશ અંબાણીના આ 9 ફેંસલાએ જીતી લીધા લોકોના દિલ, જાણો કઈ કઈ જાહેરાત કરી (6) કલમ 370 ખતમ થયા બાદ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રોકાણ કરશે. અંબાણીએ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીર અને લદાખના વિઝનને જોતા અમારી કંપની ત્યાં રોકાણ કરશે. (7) રિલાયન્સ જિયોના સેટ ટોપ બોક્સમાં મિકસ્ડ રિયલિટી સર્વિસનો લાભ પણ ગ્રાહકોને મળશે. તેમાં MR શોપિંગ, એમઆર એજ્યુકેશન અને એમઆર મૂવી વોચિંગ એક્સપીરિયન્સ સામેલ છે. એમઆર શોપિંગ દ્વારા સબ્સ્ક્રાઇબર્સ કપડાં પણ ખરીદી શકશે. (8) રિલાયન્સ જિયો ઈન્સ્ટીટ્યૂટમાં ઉચ્ચ શિક્ષણ, સ્પોર્ટ્સ અને રિસર્ચ જેવી સુવિધાઓ મળશે. મુકેશ અંબાણીએ કહ્યું સરકાર તરપથી ઈન્સ્ટીટ્યૂટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ મળી ગયો છે. (9) નાના દુકાનદારો માટે રિલાયન્સ જિયો મર્ચન્ટ પોઈન્ટ ઓફ સેલ (POS) સોલ્યુશન લોન્ચ કર્યું છે. જે યૂઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મ હશે અને તેના દ્વારા નાના દુકાનદારો મોર્ડન બનશે. મુકેશ અંબાણીએ તેને ન્યૂ કોમર્સ નામ આપ્યું છે. મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જમ્મુ-કાશ્મીર, લદાખને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Embed widget