1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
new rules January 2026: દર મહિનાની પેલી તારીખે ઓઈલ કંપનીઓ ઇંધણના ભાવની સમીક્ષા કરતી હોય છે. 1 January 2026 થી LPG સિલિન્ડર (કોમર્શિયલ અને ઘરેલુ) ના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.

new rules January 2026: ડિસેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને નવા વર્ષના પ્રારંભ સાથે જ સામાન્ય માણસના જીવન પર સીધી અસર કરતા અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. 1 January 2026 થી દેશમાં બેંકિંગ, પગાર ધોરણ અને ગેસના ભાવ સહિતના આર્થિક માળખામાં મોટા ફેરફારો (Financial Changes) અમલમાં આવશે. જો તમે આ ફેરફારોથી અજાણ હશો તો તમારા ખિસ્સા પર બોજ પડી શકે છે. ચાલો જાણીએ આ મહત્વપૂર્ણ ફેરફારો વિશે વિગતે.
સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: 8મું પગાર પંચ (8th Pay Commission)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવું વર્ષ ભેટ લઈને આવી રહ્યું છે. 31 December 2025 ના રોજ 7મા પગાર પંચનો કાર્યકાળ પૂર્ણ થતા, 1 January 2026 થી '8મું પગાર પંચ' (8th CPC) લાગુ થવાની શક્યતા છે.
પગાર વધારો: નવા માળખામાં ફિટમેન્ટ ફેક્ટર 2.5 થી 3.0 ગણું રહેવાની ધારણા છે. જેનાથી લઘુત્તમ પગાર વર્તમાન ₹18,000 થી વધીને ₹50,000 સુધી પહોંચી શકે છે.
DA અને PF: મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગારમાં સમાવી લેવામાં આવશે. આ ઉપરાંત, પ્રોવિડન્ટ ફંડ (PF) ના નિયમોમાં પણ બદલાવ આવશે, જેનાથી કર્મચારીઓની બચતમાં વધારો થશે.
બેંકિંગ અને એફડી રેટ્સમાં ફેરફાર (Banking Rules & FD Rates)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કરીને તેને 5.25% કરવામાં આવ્યો છે. આ ઘટાડાની સીધી અસર ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit - FD) પર પડશે. ઘણી મોટી બેંકો 1 January થી તેમના FD વ્યાજદરમાં ફેરફાર કરશે.
સુરક્ષા: સાયબર ફ્રોડ રોકવા માટે હવે મોટા ડિજિટલ વ્યવહારો માટે 'મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન' (Multi-Factor Authentication) ફરજિયાત બનશે.
પારદર્શિતા: ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જીસ અંગે બેંકોએ હવે સ્પષ્ટ ખુલાસો કરવો પડશે.
ગેસના ભાવ અને CNG માં રાહત (LPG & Fuel Prices)
દર મહિનાની પેલી તારીખે ઓઈલ કંપનીઓ ઇંધણના ભાવની સમીક્ષા કરતી હોય છે. 1 January 2026 થી LPG સિલિન્ડર (કોમર્શિયલ અને ઘરેલુ) ના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.
સસ્તા ગેસની આશા: નવી પાઈપલાઈન ટેરિફ પોલિસીને કારણે કુદરતી ગેસ એટલે કે સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના ભાવમાં પ્રતિ યુનિટ ₹2 થી ₹3 નો ઘટાડો થવાની શક્યતા છે, જે વાહનચાલકો અને ગૃહિણીઓ માટે રાહતરૂપ સમાચાર છે.
ડિજિટલ પેમેન્ટ અને ટેક્સના નવા નિયમો (Digital Transactions & ITR)
ડિજિટલ ઈકોનોમીને વેગ આપવા માટે હવે વેપારીઓ માટે 'યુનિવર્સલ QR કોડ' (Universal QR Code) નું ધોરણ લાગુ કરવામાં આવશે, જેથી પેમેન્ટ પ્રક્રિયા સરળ બને.
ઈન્કમ ટેક્સ: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) જાન્યુઆરીમાં નવા આઈટીઆર (ITR Forms) બહાર પાડશે. જેમાં કરદાતાઓની માહિતી AIS અને બેંક રેકોર્ડ સાથે પહેલેથી જ ભરેલી (Pre-filled) આવશે, જેથી મેન્યુઅલ ભૂલો નિવારી શકાય.
PAN કાર્ડ ધારકો માટે છેલ્લી ચેતવણી (PAN-Aadhar Linking)
જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું, તો તમારી પાસે 31 December 2025 સુધીનો જ સમય છે. જો આ તારીખ સુધીમાં લિંકિંગ નહીં થાય, તો 1 January 2026 થી તમારું પાન કાર્ડ રદ (Inoperative) થઈ જશે અને તમે બેંકિંગ વ્યવહારો કરી શકશો નહીં.





















