શોધખોળ કરો
Advertisement
મુકેશ અંબાણીએ આંધ્રપ્રદેશના CM જગન મોહન રેડ્ડી સાથે કરી મુલાકાત, અનંત અંબાણી પણ રહ્યો હાજર
સૂત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સ ગ્રુપ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ પાર્ક અને અન્ય ભાવિ રોકાણોની યોજનાના પુનર્જીવન અંગે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ પરિમલ નથવાણીની હાજરી એ અટકળોને જન્મ આપી છે કે આ બેઠક વધુ રાજકીય હોઈ શકે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શનિવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. મુકેશ અંબાણીની સાથે તેમના પુત્ર અનંત અંબાણી અને પરિમલ નથવાણી પણ હતા. બંધ બારણે આ બેઠક થઈ હતી.
મુકેશ અંબાણીએ 2018માં તિરુપતિમાં 150 એકરમાં ઈલેક્ટ્રોનિક પાર્ક સ્થાપવાની જાહેરાત કરી હતી. આ પાર્કમાં મોબાઈલ ફોન અને ટીવીનું ઉત્પાદન કરવામાં આવશે તેમ પણ તે સમયે અંબાણીએ જણાવ્યું હતું. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સ ગ્રુપ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ પાર્ક અને અન્ય ભાવિ રોકાણોની યોજનાના પુનર્જીવન અંગે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ પરિમલ નથવાણીની હાજરી એ અટકળોને જન્મ આપી છે કે આ બેઠક વધુ રાજકીય હોઈ શકે.
પરિમલ નથવાણી રાજ્યસભા સાંસદ તરીકે ફરી ચૂંટાય તેવી અંબાણીની ઈચ્છા છે અને આ કદાચ આંધ્રપ્રદેશમાંથી શક્ય છે. જેને લઈ નથવાણી પણ હાજર રહ્યા હોવાનું કહેવાય છે. આંધ્રપ્રદેશની ચાર રાજ્યસભા સીટ માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. પરિમલ નથવાણીએ તેમની રાજ્યસભા સાંસદ તરીકે બીજી ટર્મમાં સંસદમાં માત્ર 40 ટકા જ હાજરી આપી હતી પરંતુ તેમણે 1383 પ્રશ્નો પૂછ્યા હતા. દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, વરસાદના કારણે ફ્લાઇટો કરાઈ અમદાવાદ ડાયવર્ટ શાનદાર વાપસી બાદ પણ વિવાદમાં ફસાયો હાર્દિક પંડ્યા, BCCIનો નિયમ ઘોળીને પી ગયો IPL 2020: આ વખતે મળી શકે છે નવી વિજેતા, ટીમ ઈન્ડિયાના ખેલાડીએ કરી આ મોટી વાતAndhra Pradesh: Reliance Industries Ltd (RIL) Chairman and Managing Director Mukesh Ambani met Chief Minister YS Jagan Mohan Reddy in Tadepalli, today. pic.twitter.com/21nB7vuib7
— ANI (@ANI) February 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement