![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
2000 Rupees Note: 2000 રૂપિયાની નોટ લેવા માટે કોઇ ઇન્કાર કરે તો શુ કરશો, જાણો RBIએ શું કહ્યું
ભારતીય રિઝર્વ બેંકે તેના સર્ક્યુલરમાં કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બદલવા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, બાદમાં આ માટે વિગતવાર નિયમો જારી કરવામાં આવશે
![2000 Rupees Note: 2000 રૂપિયાની નોટ લેવા માટે કોઇ ઇન્કાર કરે તો શુ કરશો, જાણો RBIએ શું કહ્યું Rs 2000 currency someone refuses to accept rs 2000 note know how to complain 2000 Rupees Note: 2000 રૂપિયાની નોટ લેવા માટે કોઇ ઇન્કાર કરે તો શુ કરશો, જાણો RBIએ શું કહ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/20/d0125c7ed59d1b990fda5a9c62829739168456310686781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rs 2000 currency Note: RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ નોટો 30 સપ્ટેમ્બર પછી માન્ય રહેશે નહીં.
2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ જાહેરાત કરી છે કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી હટાવી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને 2000ની નોટ ન આપવાનો આદેશ આપ્યો છે. જોકે આરબીઆઈએ કહ્યું છે કે, આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવવાની રહેશે.
ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે, આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાં અન્ય મૂલ્યોની ચલણમાં રૂ. 2000ની નોટો બદલી શકાય છે.
2000 રૂપિયાની નોટ ક્યારે અને કેટલી બદલી શકાય છે
ભારતીય રિઝર્વ બેંકે તેના સર્ક્યુલરમાં કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બદલવા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, બાદમાં આ માટે વિગતવાર નિયમો જારી કરવામાં આવશે. આ નોટો 23 મેથી બદલી શકાશે. 2000 રૂપિયાની નોટ, તો 20 હજાર રૂપિયાની લિમિટ બદલી શકાશે. આ ચલણ 23 મે 2023 થી બદલી શકાશે.
જો કોઈ વ્યક્તિ નોટ બદલવાની ના પાડે તો શું કરવું?
જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે અને તમે તેને એક્સચેન્જ કરવા માંગો છો તો તમે બેંકમાં જઈને જમા કરાવી શકો છો. 30 સપ્ટેમ્બર 2023 પહેલા, જો કોઈ દુકાનદાર, બેંક શાખા અથવા અન્ય કોઈ બેંક નોટ 2000 રૂપિયા લેવાનો ઇનકાર કરે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)