શોધખોળ કરો

Rule Change: એક ઓગસ્ટથી લાગુ થશે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે આ અસર

1 ઓગસ્ટથી દેશમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે

જૂલાઈ મહિનો પૂરો થવાનો છે અને ઑગસ્ટ (August 2024) શરૂ થવાનો છે. માત્ર બે દિવસ બાકી છે અને તે પછી 1 ઓગસ્ટથી દેશમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે (Rule Change From 1st August) જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફારો વિશે.

એલપીજીના ભાવ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ 1 ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જાહેર કરી શકાય છે. જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે, પરંતુ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ATF અને CNG-PNG દર

સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. તેમની નવી કિંમતો પણ 1 ઓગસ્ટ, 2024ના રોજ જાહેર થઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

HDFC બેંક ક્રેડિટ કાર્ડ

1 ઓગસ્ટની તારીખ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક HDFC બેંક ક્રેડિટ કાર્ડના યુઝર્સ માટે પણ ફેરફારો લાવી રહી છે. વાસ્તવમાં એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ મારફતે થર્ડ પાર્ટી એપ CRED, Paytm, Mobikwik, Freecharge અને અન્ય દ્વારા ભાડાની ચૂકવણી કરવામાં આવશે તો તે ટ્રાન્જેક્શન પર એક ટકા ચાર્જ લાગશે અને પ્રત્યેક ટ્રાન્જેક્શન લિમિટ 3,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફ્યુઅલ ટ્રાન્જેક્શન પર 15,000 રૂપિયાથી ઓછા લેવડદેવડ પર કોઇ એડિશનલ ટેક્સ લાગશે નહી. જોકે, 15,000 રૂપિયાથી વધુના ટ્રાન્જેક્શન પર કુલ રકમ પર 1 ટકા ચાર્જ લાગશે.

ગૂગલ મેપ શુલ્ક

ગૂગલ મેપ (Google Map)  પણ 1 ઓગસ્ટ, 2024થી ભારતમાં તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે પહેલી તારીખથી સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહી છે. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને ભારતમાં તેની ગૂગલ મેપ સર્વિસના ચાર્જીસ 70 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. આ સિવાય હવે ગૂગલ તેની મેપ સર્વિસ માટે પણ ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પેમેન્ટ લેશે.

13 દિવસની બેન્ક રજા

જો ઓગસ્ટ મહિનામાં બેન્ક સંબંધિત કોઈ કામ હોય તો ઘર છોડતા પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ બેન્ક હોલિડેનું લિસ્ટ જોઈ લો. વાસ્તવમાં ઓગસ્ટ મહિનામાં બેન્ક હોલિડે લિસ્ટ મુજબ, આખા મહિનામાં 13 દિવસ બેન્કોમાં કોઈ કામ નહીં થાય. રક્ષાબંધન, જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ જેવા વિવિધ તહેવારોના કારણે બેન્કોમાં રજા રહેશે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget