શોધખોળ કરો

Sahara Refund: સહારા રોકાણકારોના નાણાં પર આવ્યું નવું અપડેટ, લોકોને પૈસા મળશે કે નહીં? સરકારની આ છે યોજના

હવે સહારા ગ્રુપના રોકાણકારોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. તાજેતરમાં સહારા ગ્રુપના વડા સુબ્રત રોયનું પણ નિધન થયું છે. આવી સ્થિતિમાં રોકાણકારોને પૈસા મળશે કે નહીં તે અંગે મૂંઝવણમાં છે.

SEBI: સહારા ગ્રુપમાં લાખો લોકોના નાણા ફસાયા છે. તાજેતરમાં સહારા ગ્રુપના વડા સુબ્રત રોયનું પણ નિધન થયું છે. આ પછી, રોકાણકારોના મનમાં ઘણા પ્રશ્નો છે કે શું તેમને તેમના ફસાયેલા પૈસા પાછા મળશે કે નહીં? આ દરમિયાન એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સહારાના પૈસા કોન્સોલિડેટેડ ફંડમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

કોન્સોલિડેટેડ ફંડ

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સહારા-સેબીના રિફંડ ખાતાના દાવા વગરના ભંડોળને કોન્સોલિડેટેડ ફંડમાં ટ્રાન્સફર કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. સાથે જ આ મામલે સરકાર પાસેથી કાયદાકીય સલાહ પણ લેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, જો કોઈ રોકાણકાર ભવિષ્યમાં ફંડ અંગે દાવો કરે છે, તો તેને પૈસા પરત કરી શકાય છે.

માહિતી અનુસાર, સહારા જૂથ પાસેથી 25 હજાર કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરવામાં આવી હતી અને તે પછી 31 માર્ચ સુધી લગભગ 138 કરોડ રૂપિયા જ ટ્રાન્સફર થયા હતા. બાકીના પૈસા સરકારી બેંકમાં જમા કરાવ્યા હતા. વર્ષ 2012માં સર્વોચ્ચ અદાલતે સેબીના એ નિર્ણયને યથાવત રાખ્યો હતો જેમાં સેબીએ સહારા ગ્રૂપને રોકાણકારોના પૈસા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે સરકાર પાસે ફંડ જમા કરાવવાની વાત પણ કહી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો વેરિફિકેશન પછી પણ રોકાણકારોની ઓળખ કરવામાં નહીં આવે તો આવા ભંડોળ સરકારમાં જમા કરવામાં આવશે. જો કે, હાલમાં પણ ઘણા રોકાણકારો આગળ આવ્યા નથી. ED સાથેની વાતચીત દરમિયાન અધિકારીએ દાવો કર્યો હતો કે આવા રોકાણકારોના દાવા વગરના નાણાનો ઉપયોગ સામાજિક વિકાસ સંબંધિત યોજનાઓમાં થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રોકાણકારોને પૈસા પાછા મેળવવા માટે એક વેબ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.

આ રીતે સહારા રિફંડ પોર્ટલમાં રિફંડ માટે અરજી કરો

જો તમે ઉપરોક્ત ચારમાંથી કોઈપણ સોસાયટીમાં રોકાણકાર છો, તો તમારે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ https://mocrefund.crcs.gov.in ની મુલાકાત લેવી પડશે.

અહીં તમારે પોર્ટલ પર પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે.

આમાં 12 અંકનો સભ્ય નંબર, આધારના છેલ્લા ચાર નંબર વગેરે દાખલ કરવા જરૂરી છે.

પછી તમારો મોબાઈલ નંબર પણ નાખવો જરૂરી છે.

રિફંડ માટે દાવો કરતી વખતે ધ્યાનમાં રાખો કે મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક હોવો જોઈએ.

મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તમારા મોબાઈલ પર OTP આવશે જે પોર્ટલ પર એન્ટર કરવાનો રહેશે.

આ દાખલ કર્યા પછી તમારે એક ફોટો અપલોડ કરવાનો રહેશે.

આ સાથે PAN ની કોપી પણ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget