Sanchar Saathi Portal: સંચાર સાથી પોર્ટથી નકલી મોબાઇલ કનેકશન, KYC ફ્રોડ પર ભીંસાશે ગાળિયો
Sanchar Saathi Portal: આ પોર્ટલ દ્વારા, મોબાઈલ યુઝર્સ તેમના ચોરાયેલા ફોનનું લોકેશન ટ્રેસ કરી શકશે અને સિમ બદલાઈ ગયો હોય તો પણ તેને બ્લોક કરી શકશે.
Sanchar Saathi Portal: મોદી સરકારે ટેલિકોમ વપરાશકર્તાઓની ઓળખને સુરક્ષિત રાખવા, તેમના KYC સાથે છેતરપિંડી તપાસવા અને તેમના ચોરેલા મોબાઈલ ફોનનો દુરુપયોગ અટકાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સંચાર સાથી પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા, મોબાઈલ યુઝર્સ તેમના ચોરાયેલા ફોનનું લોકેશન ટ્રેસ કરી શકશે અને સિમ બદલાઈ ગયો હોય તો પણ તેને બ્લોક કરી શકશે.
ટેલિકોમ ફ્રોડ રોકવા માટે મોટું પગલું
IT ટેલિકોમ અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટેલિકોમ વપરાશકર્તાઓની સુરક્ષા અને ડિજિટલ ઈન્ડિયાના મિશનને આગળ વધારતા સેક્ટર માટે ત્રણ મોટા સુધારાઓ શરૂ કર્યા. જેમાં CEIR (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર) ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઇલ ફોનને બ્લોક કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તમારા મોબાઇલ કનેક્શન્સને જાણો જેમાં તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા મોબાઇલ કનેક્શન્સ નોંધાયેલા છે. અને ત્રીજું એએસટીઆર (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ફેશિયલ રેકગ્નિશન પાવર્ડ સોલ્યુશન ફોર ટેલિકોમ સિમ સબસ્ક્રાઈબર વેરિફિકેશન) છે જેમાં નકલી મોબાઈલ ગ્રાહકોને ઓળખી શકાય છે.
36 લાખ નકલી મોબાઈલ કનેક્શન બંધ
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એક નાગરિક તરીકે અમારો અધિકાર છે કે તમમારા નામે કોઈએ ફોન કનેક્શન ન લેવું જોઈએ. ફોન કનેક્શન હવે KYC સાથે લિંક થશે. દેશમાં ક્યાંય પણ તમારા નામે મોબાઈલ ફોન લેવામાં આવ્યો હોય તો તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા શોધી શકાય છે. તેણે કહ્યું કે જો કોઈ તમારા નામે કનેક્શન લેશે તો તમે તેને બ્લોક કરી શકશો.
ટેલિકોમ મંત્રીએ કહ્યું કે મોબાઈલ ફોન દ્વારા અનેક પ્રકારની છેતરપિંડી કરવામાં આવે છે, જેમાં યુઝર્સની ઓળખની ચોરી, KYC સાથે ચેડાં, બેંકિંગ છેતરપિંડીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે સંચાર સાથી પોર્ટલ દ્વારા આવી છેતરપિંડી અટકાવી શકાય છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે યુઝર્સની સુરક્ષા એ ડ્રાફ્ટ ટેલિકોમ બિલનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. ટેલિકોમ મંત્રીએ માહિતી આપી હતી કે સંચાર સાથી પોર્ટલે 40 લાખ નકલી મોબાઈલ કનેક્શનને ઓળખવામાં મદદ કરી છે અને તેમાંથી 36 લાખ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે. તેમણે યુઝર્સને https://sancharsaathi.gov.in પોર્ટલની મુલાકાત લેવાની પણ અપીલ કરી હતી.
યુઝર્સ એ જાણી શકશે કે તેમના નામે કેટલા મોબાઈલ કનેક્શન છે
ટેલિકોમ વિભાગે સંચાર સાથી પોર્ટલ વિકસાવ્યું છે. જેમાં મોબાઈલ ફોન યુઝર્સ જોઈ શકશે કે તેમના નામે કેટલા મોબાઈલ કનેક્શન આપવામાં આવ્યા છે. જો તેમના નામે કોઈ નકલી કનેક્શન જારી કરવામાં આવ્યા હોય, તો તેઓ તેની જાણ કરી શકશે. તેમજ જે કનેક્શનની જરૂર નથી તે પણ બંધ કરી શકાશે. મોબાઈલ ફોન યુઝર્સ મોબાઈલ હેન્ડસેટ ચોરાઈ જાય કે ખોવાઈ જાય પછી તેને બ્લોક કરી શકશે. આ સિવાય તમે મોબાઈલ ફોનના IMEIની વેલિડિટી પણ ચેક કરી શકશો.