શોધખોળ કરો

SBIની જોરદાર સ્કીમ: 555 દિવસની FDમાં ₹2,00,000 જમા કરાવો તો કેટલું વ્યાજ મળશે? જાણો ગણિત

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ સ્કીમમાં સામાન્ય નાગરિકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના રોકાણકારોને આકર્ષક રિટર્ન મળી રહ્યું છે, સમજો ગણતરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SBI 555 દિવસની FD પર સુરક્ષિત વળતર આપે છે.
  • વિવિધ ઉંમર જૂથો માટે અલગ-અલગ વ્યાજ દર.
  • ₹2 લાખના રોકાણ પર ₹219,156 થી ₹221,041 મળશે.

SBI 555 days FD calculation: શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના આજના જમાનામાં પણ ગેરંટીડ અને સુરક્ષિત રિટર્ન માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) લોકોની પહેલી પસંદ છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (State Bank of India) 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે, જેમાં 3.05% થી 7.15% સુધીનું વ્યાજ મળે છે. આજે આપણે SBI ની એક ખાસ 555 દિવસની FD સ્કીમ વિશે વાત કરીશું. જો તમે આ સ્કીમમાં 200,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો પાકતી મુદતે (મેચ્યોરિટી પર) વ્યાજ સાથે તમને કેટલી રકમ પાછી મળશે અને તેનો ફાયદો કોને કેટલો થશે, તેનું સરળ ગણિત સમજીએ.

SBI ની 555 દિવસની સ્કીમમાં કોને કેટલું વ્યાજ?

SBI ગ્રાહકોની જરૂરિયાત મુજબ ટૂંકા કે લાંબા સમયગાળા માટે FD ના ઓપ્શન આપે છે. જો વાત બેંકની 555 દિવસની સ્પેશિયલ FD ની કરીએ, તો તેમાં ઉંમર પ્રમાણે અલગ-અલગ વ્યાજ દર નક્કી કરાયા છે.

60 વર્ષથી ઓછી ઉંમરના સામાન્ય નાગરિકોને આ સ્કીમમાં 6.25% વ્યાજ મળે છે.

60 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનને 6.75% ના દરે વ્યાજ અપાય છે.

80 વર્ષથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને સૌથી વધુ 6.85% ના દરે વ્યાજ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Bank of Baroda ની 444 દિવસની ખાસ FD: ₹4,00,000 લાખના રોકાણ પર મળશે બમ્પર રિટર્ન, જાણો ગણતરી

200,000 રૂપિયાના રોકાણ પર કેટલો ફાયદો?

જો તમે SBI ની આ 555 દિવસની FD સ્કીમમાં 200,000 રૂપિયા જમા કરાવો છો, તો મેચ્યોરિટી પર મળનારી રકમ આ મુજબ હશે:

સામાન્ય નાગરિકો માટે: 6.25% ના દરે તમને 19,156 રૂપિયાનું વ્યાજ મળશે. એટલે કે 555 દિવસની મુદત પૂરી થવા પર તમારા 200,000 રૂપિયા વધીને કુલ 219,156 રૂપિયા થઈ જશે.

સિનિયર સિટીઝન માટે (60+ વર્ષ): 6.75% ના દરે તમને 20,726 રૂપિયા વ્યાજ મળશે. આમ, પાકતી મુદતે બેંક તમને વ્યાજ સહિત કુલ 220,726 રૂપિયા પાછા આપશે.

સુપર સિનિયર સિટીઝન માટે (80+ વર્ષ): 6.85% ના દરે સૌથી વધુ 21,041 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ મળશે. આથી તેમને મેચ્યોરિટી પર કુલ 221,041 રૂપિયા હાથમાં આવશે.

આમ, બજારના જોખમોથી દૂર રહીને એક નિશ્ચિત આવક મેળવવા માંગતા લોકો માટે SBI ની આ સ્કીમ એક ઉત્તમ અને સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ શું દીકરી 21 વર્ષની થાય તે પહેલાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાંથી પૈસા ઉપાડી શકાય? જાણો નિયમ

Frequently Asked Questions

SBI ની 555 દિવસની FD સ્કીમમાં સામાન્ય નાગરિકોને કેટલું વ્યાજ મળે છે?

60 વર્ષથી ઓછી ઉંમરના સામાન્ય નાગરિકોને આ સ્કીમમાં 6.25% વ્યાજ મળે છે. આનાથી તેમને 200,000 રૂપિયાના રોકાણ પર 19,156 રૂપિયાનું વ્યાજ મળે છે.

SBI ની 555 દિવસની FD સ્કીમમાં સિનિયર સિટીઝનને કેટલું વ્યાજ મળે છે?

60 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનને 6.75% ના દરે વ્યાજ અપાય છે. 200,000 રૂપિયાના રોકાણ પર તેમને 20,726 રૂપિયા વ્યાજ મળે છે.

SBI ની 555 દિવસની FD સ્કીમમાં સુપર સિનિયર સિટીઝનને કેટલું વ્યાજ મળે છે?

80 વર્ષથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને સૌથી વધુ 6.85% ના દરે વ્યાજ આપવામાં આવે છે. 200,000 રૂપિયાના રોકાણ પર તેમને 21,041 રૂપિયાનું નિશ્ચિત વ્યાજ મળે છે.

SBI ની 555 દિવસની FD સ્કીમમાં 200,000 રૂપિયાનું રોકાણ કરવાથી પાકતી મુદતે કેટલી રકમ મળે છે?

સામાન્ય નાગરિકોને 219,156 રૂપિયા, સિનિયર સિટીઝનને 220,726 રૂપિયા અને સુપર સિનિયર સિટીઝનને 221,041 રૂપિયા પાકતી મુદતે મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે ₹20,000 વ્યાજ, જાણો બચત યોજના વિશે અને કેટલું કરવું પડશે રોકાણ
વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે ₹20,000 વ્યાજ, જાણો બચત યોજના વિશે અને કેટલું કરવું પડશે રોકાણ
માત્ર ₹5000નું રોકાણ કરીને લાખોનું ફંડ બનાવવું છે? જાણો FD, RD કે SIPમાં ક્યાં છે ફાયદો
માત્ર ₹5000નું રોકાણ કરીને લાખોનું ફંડ બનાવવું છે? જાણો FD, RD કે SIPમાં ક્યાં છે ફાયદો
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget