શોધખોળ કરો
Advertisement
SBIના આ ગ્રાહકો 30 નવેમ્બર પહેલા જમા કરાવે દસ્તાવેજ, નહીંતર તમારા જ રૂપિયા તમને નહીં મળે
રિપોર્ટ પ્રમાણે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પાસે સૌથી વધારે પેન્શન એકાઉન્ટ્સ છે.
નવી દિલ્હીઃ પેંશનધારકો માટે એક મહત્ત્વના સમાચાર છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના તમામ પેંશનધારકોને કહ્યું છે કે, તે 30 નવેમ્બર પહેલા પોતાના જીવીત હોવાનું સર્ટિફિકેટ જમા કરાવી દે. જો કોઈ પેંશનધારક નક્કી મર્યાદા પહેલા જીવીત હોવાનું સર્ટિફિકેટ નહીં જમા કરાવે તો તેમનું પેંશન અટવાઈ શકે છે.
રિપોર્ટ પ્રમાણે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પાસે સૌથી વધારે પેન્શન એકાઉન્ટ્સ છે. એસબીઆઈ પાસે લગભગ 36 લાખ પેન્શન એકાઉન્ટ છે અને 14 સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પ્રોસેસીંગ સેલ(સીપીપીસી) છે.
રિપોર્ટ પ્રમાણે બેંકે પેન્શન ધારકોને 30 નવેમ્બર સુધી તેમના જીવિત હોવાનું પ્રમાણપત્ર જમા કરાવવાની જાહેરાત કરી છે. આ માટે એવા એકાઉન્ટ હોલ્ડરોએ નજીકની એસબીઆઈ બ્રાન્ચથી એક ફોર્મ લેવાનું રહેશે. જેને ભરીને બેંકમાં જમા કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે બેંક ઘરે બેઠા પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા આપી રહી છે. ઉમંગ એપના માધ્યમથી સરકારી કર્મચારી લાઇફ સર્ટિફિકેટ જમા કરી શકે છે. ઉપરાંત અન્ય કર્મચારી આધાર સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટર પરથી પણ જીવિત પ્રમાણપત્ર જમા કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement