POMIS માં સિંગલ એકાઉન્ટ માટે ₹9 લાખ અને જોઈન્ટ એકાઉન્ટ માટે ₹15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. SCSS માં કોઈ વ્યક્તિ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે 8.2% વ્યાજ, રોકાણ કરતા પહેલા જાણી લો વળતરનું ગણિત
પોસ્ટ ઓફિસ મન્થલી ઈન્કમ સ્કીમ અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ બંને રિટાયરમેન્ટ પછી નિયમિત આવક માટે બેસ્ટ છે. પરંતુ રોકાણ મર્યાદા અને વ્યાજ દરમાં કઈ સ્કીમ છે વધુ ફાયદાકારક? જાણો વિગતવાર.

- નિવૃત્તિ પછી નિયમિત આવક માટે POMIS, SCSS લોકપ્રિય છે.
- SCSS ₹30 લાખ, 8.2% વ્યાજ; POMIS ₹15 લાખ, 7.4%.
- SCSS કલમ 80C હેઠળ કરમુક્તિનો લાભ આપે છે.
- માસિક આવક માટે POMIS; SCSS અન્યથા વધુ સારો.
Retirement Planning: કોઈપણ વ્યક્તિ માટે નિવૃત્તિ (રિટાયરમેન્ટ) પછી પણ દર મહિને ઘર ખર્ચ માટે નિયમિત આવક ચાલુ રહે તે સૌથી મોટી નાણાકીય જરૂરિયાત હોય છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે મોટાભાગના વરિષ્ઠ નાગરિકો સરકાર દ્વારા ચાલતી નાની બચત યોજનાઓ (સ્મોલ સેવિંગ સ્કીમ્સ) પર ભરોસો કરે છે, કારણ કે તેમાં રોકાણ સુરક્ષિત રહે છે અને વળતરની ગેરંટી પણ મળે છે. આ માટે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) લોકોમાં સૌથી વધુ ફેમસ છે. જોકે, બંનેમાંથી તમારા માટે કઈ સ્કીમ બેસ્ટ રહેશે તે નક્કી કરતા પહેલા વ્યાજ દર, ટેક્સમાં છૂટ અને પૈસા ઉપાડવાના નિયમો જાણી લેવા ખૂબ જરૂરી છે.
POMIS અને SCSS માં કેટલું રોકાણ કરી શકાય?
બંને સ્કીમમાં રોકાણની શરૂઆત ઓછામાં ઓછા ₹1,000 થી કરી શકાય છે, પરંતુ વધુમાં વધુ રોકાણની લિમિટ અલગ-અલગ છે:
POMIS (પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના): આમાં સિંગલ એકાઉન્ટ હોય તો વધુમાં વધુ ₹9 લાખ અને જો જોઈન્ટ એકાઉન્ટ (સંયુક્ત ખાતું) હોય તો ₹15 લાખ સુધીનું જ રોકાણ કરી શકાય છે.
SCSS (સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ): આ યોજના ખાસ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે જ બનાવવામાં આવી છે. આમાં કોઈ વ્યક્તિ ₹30 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. (જોકે, અમુક ખાસ શરતો સાથે 55 થી 60 વર્ષની વચ્ચે નિવૃત્ત થયેલા લોકો પણ આમાં રોકાણ કરી શકે છે).
કઈ સ્કીમમાં વ્યાજ વધુ મળે છે? આવક કેટલી થશે?
બંને સ્કીમનો સમયગાળો (મેચ્યોરિટી પિરિયડ) 5 વર્ષનો હોય છે, પરંતુ વ્યાજના દર અને ચૂકવણીની રીતમાં મોટો તફાવત છે:
POMIS: આ સ્કીમમાં હાલમાં વાર્ષિક 7.4% વ્યાજ મળે છે. સૌથી મોટો ફાયદો એ છે કે વ્યાજના પૈસા દર મહિને તમારા ખાતામાં જમા થાય છે. જો તમે જોઈન્ટ એકાઉન્ટમાં લિમિટ પ્રમાણે પૂરા ₹15 લાખ રોકો, તો દર મહિને આશરે ₹9,250 (વાર્ષિક ₹1.11 લાખ) આવક થાય છે.
SCSS: આ સ્કીમમાં POMIS કરતા વધુ એટલે કે વાર્ષિક 8.2% વ્યાજ મળે છે. જોકે, આમાં વ્યાજના પૈસા દર મહિને નહીં પણ દર 3 મહિને (ત્રિમાસિક) મળે છે. જો તમે આમાં પૂરા ₹30 લાખનું રોકાણ કરો, તો તમને દર મહિને આશરે ₹20,500 (વાર્ષિક ₹2.46 લાખ) ની બમ્પર આવક થઈ શકે છે.
આ પણ વાંચોઃ દર મહિને 10,000 રૂપિયા રોકો: જાણો પોસ્ટ ઓફિસ કે SBI, ક્યાં મળશે સૌથી વધુ રિટર્ન?
ટેક્સ છૂટમાં કોણ બાજી મારે છે?
જ્યાં સુધી ટેક્સની વાત છે, ત્યાં SCSS નો હાથ ઉપર રહે છે.
POMIS માં રોકાણ કરવા પર તમને આવકવેરામાં (ઈન્કમ ટેક્સ) કોઈ જ છૂટ મળતી નથી અને જે વ્યાજ મળે છે તેના પર ટેક્સ પણ લાગે છે.
જ્યારે SCSS માં રોકાણ કરવાથી તમને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. (જોકે, આમાં મળતું વ્યાજ ટેક્સેબલ હોય છે).
પૈસા ઉપાડવાના નિયમો અને નિષ્કર્ષ
જરૂર પડે તો બંને સ્કીમમાંથી 5 વર્ષ પહેલાં (અકાળે) પૈસા ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે તમારે પેનલ્ટી (દંડ) ચૂકવવો પડે છે. POMIS અને SCSS બંને ખાતા તમે ખોલાવ્યાના 1 વર્ષ પહેલાં બંધ કરી શકતા નથી.
શું પસંદ કરવું?: ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સનું માનવું છે કે વધુ વ્યાજ દર, 30 લાખની મોટી રોકાણ મર્યાદા અને ટેક્સમાં છૂટના કારણે વરિષ્ઠ નાગરિકો માટે SCSS વધુ સારો વિકલ્પ છે. પરંતુ, જો તમારી જરૂરિયાત એવી હોય કે દર મહિને જ ફિક્સ આવક હાથમાં આવવી જોઈએ, તો તમે POMIS પસંદ કરી શકો છો. તમે ઈચ્છો તો તમારી જરૂરિયાત મુજબ થોડા પૈસા SCSS માં અને થોડા POMIS માં એમ બેલેન્સ કરીને પણ રોકાણ કરી શકો છો.
આ પણ વાંચોઃ SBI અને HDFC પણ ફેઈલ! પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર મળી રહ્યું છે સૌથી મોટું વ્યાજ
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Frequently Asked Questions
POMIS અને SCSS માં કેટલું મહત્તમ રોકાણ કરી શકાય છે?
POMIS અને SCSS માંથી કઈ સ્કીમમાં વધુ વ્યાજ મળે છે?
SCSS માં હાલમાં વાર્ષિક 8.2% વ્યાજ મળે છે, જ્યારે POMIS માં 7.4% વ્યાજ મળે છે. SCSS માં વ્યાજ દર 3 મહિને, જ્યારે POMIS માં દર મહિને ચૂકવાય છે.
POMIS અને SCSS માંથી કઈ સ્કીમ ટેક્સ છૂટ આપે છે?
SCSS માં ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે, જોકે વ્યાજ ટેક્સેબલ હોય છે. POMIS માં રોકાણ પર કોઈ ટેક્સ છૂટ મળતી નથી.
વરિષ્ઠ નાગરિકો માટે કઈ સ્કીમ વધુ સારી છે - POMIS કે SCSS?
વધુ વ્યાજ દર, મોટી રોકાણ મર્યાદા અને ટેક્સ છૂટના કારણે SCSS વધુ સારો વિકલ્પ છે. જો દર મહિને ફિક્સ આવકની જરૂરિયાત હોય તો POMIS પસંદ કરી શકાય છે.





















