શોધખોળ કરો

શેરબજારમાં Tips લેતા પહેલા સાવધાન! સેબીએ 10 સંસ્થાઓ પર લગાવ્યો લાખોનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

Sebi Fine on 10 entities: સેબી પોતાની તપાસમાં 10 એન્ટિટીઓને ખોટી રીતે ટ્રેડિંગ કરવાનો આરોપ શોધી કાઢ્યો છે, જેના કારણે તેમના પર દંડ લાદવામાં આવ્યો છે.

Sebi Fine on 10 entities: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ બુધવારે BSE પર ગેરકાયદે સ્ટોક ઓપ્શન્સ સેગમેન્ટમાં બિન-વાસ્તવિક વેપારમાં સામેલ થવા બદલ દસ એન્ટિટી પર કુલ રૂ. 50 લાખનો દંડ લાદ્યો છે. સેબીએ 10 અલગ-અલગ ઓર્ડરમાં 10 સંસ્થાઓ પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ દસ સંસ્થાઓ ઓરોપ્લસ માર્કેટિંગ પ્રાઈવેટ લિમિટેડ, બાબા આયર્ન ઈન્ડસ્ટ્રીઝ, એટલાન્ટિક ઈન્વેસ્ટ એડવાઈઝરી, અવિનાશ વી મહેતા એચયુએફ, નવનીત અગ્રવાલ એન્ડ સન્સ એચયુએફ, નીરજ ગાંધી એચયુએફ, અથવાણી શ્રીચંદ, અવિરલ ગુપ્તા, આયુષી અગ્રવાલ અને સલોની રુઈયા છે.

સેબીએ શા માટે દંડ લાદ્યો

રેગ્યુલેટરે BSE પર ઇલક્વિડ સ્ટોક ઓપ્શન્સ સેગમેન્ટમાં મોટા પાયે રિવર્સલ ટ્રેડ જોયો હતો, જે એક્સચેન્જમાં કૃત્રિમ વોલ્યુમ તરફ દોરી ગયો હતો. આવી સ્થિતિમાં સેબીએ આ સંસ્થાઓને દંડ ફટકાર્યો છે. સેબીએ એપ્રિલ 2014 થી સપ્ટેમ્બર 2015 દરમિયાન સેગમેન્ટમાં સંકળાયેલી કેટલીક એન્ટિટીની ટ્રેડિંગ પ્રવૃત્તિઓની તપાસ કરી હતી.

નિયમોનું ઉલ્લંઘન કર્યું

સેબીએ તેના આદેશમાં જણાવ્યું હતું કે સંસ્થાઓએ PFUTP ના ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે. PFUTP નોર્મ્સનો અર્થ છે છેતરપિંડી અને અયોગ્ય વેપાર પ્રથાઓ પર પ્રતિબંધ. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે રિવર્સલ ટ્રેડ્સ બિન-વાસ્તવિક પ્રકૃતિના માનવામાં આવે છે. આ વેપારી સંસ્થાઓના ખોટા અથવા ભ્રામક દેખાવ તરફ દોરી જાય છે.

નોંધણી રદ

બુધવારે એક અલગ આદેશમાં, સેબીએ નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય સેવાઓની નોંધણીનું પ્રમાણપત્ર રદ કર્યું છે. એલાઈડ ફાઈનાન્શિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ એનએસઈનું રજિસ્ટર્ડ સભ્ય હતું તેમજ એનએસડીએલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હતું. અગાઉ પણ સેબીએ કેટલીક સંસ્થાઓ પર દંડ ફટકાર્યો હતો. નોંધનીય છે કે, સમય સમય પર સેબી આવી સંસ્થાઓની તપાસ કરે છે. તપાસમાં આ સંસ્થાઓ ખોટા જણાયા બાદ સેબી તેમની સામે પગલાં લે છે. આ ક્રમમાં આ 10 સંસ્થાઓ પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

અદાણી ગ્રૂપ સામે તપાસ માટે સુપ્રીમ કોર્ટે સેબીને આપ્યો ત્રણ મહિનાનો સમય, 14 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ જમા કરાવવો પડશે

શું તમને પણ SBI તરફથી એકાઉન્ટ લોક થવાનો મેસેજ મળ્યો છે ? કોઈપણ લિંક પર ક્લિક કરતાં પહેલા વાંચો આ સમાચાર

SGX નિફ્ટીનું નામ બદલીને Gift Nifty થશે, ક્યારે થશે ફેરફાર અને રોકાણકારોને કેવી રીતે મળશે લાભ - જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget