શોધખોળ કરો

Senco Gold Listing: સેનકો ગોલ્ડનું સ્ટોક એક્સચેન્જ પર ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારો થયા માલામાલ

IPOને મળેલા પ્રતિભાવનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સંસ્થાકીય રોકાણકારો માટે અનામત ક્વોટા કુલ 181 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

Senco Gold Listing: જ્વેલરી રિટેલ કંપની સેનકો ગોલ્ડ શુક્રવાર, 14 જુલાઈ, 2023ના રોજ સ્ટોક એક્સચેન્જમાં શાનદાર તેજી સાથે લિસ્ટ થયો છે. જ્વેલરી રિટેલર સેન્કો ગોલ્ડ BSE પર રૂ. 431 પર લિસ્ટ થયો હતો, જે તેની રૂ. 317ની ઇશ્યૂ કિંમત કરતાં 36 ટકાનું પ્રીમિયમ હતું. શેરે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 430 પર 36 ટકાના પ્રીમિયમ સાથે તેના પ્રથમ ટ્રેડિંગ સત્રની શરૂઆત કરી હતી. 

બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુજબ કોલકાતા સ્થિત કંપનીનું માર્કેટ કેપ ₹3,347 કરોડ હતું.

સેન્કો ગોલ્ડના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

સોનકો ગોલ્ડનો આઈપીઓ ચોથી જુલાઈથી છઠ્ઠી જુલાઈ દરમિયાન ખુલ્યો હતો. કંપનીએ આઈપીઓ દ્વારા બજારમાંથી રૂ. 405 કરોડ એકત્ર કર્યા છે. કુલ IPO 73.35 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. જે નસીબદાર રોકાણકારોએ 11મી જુલાઈના રોજ IPOમાં અરજી કરી હતી તેમને શેરની ફાળવણી કરવામાં આવી છે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 301-317 પ્રતિ શેર નક્કી કરી હતી. આઈપીઓમાંથી એકત્ર કરાયેલી રકમ સાથે, કંપની અન્ય મૂડી ભંડોળ અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો પર ખર્ચ કરશે.

IPOને મળેલા પ્રતિભાવનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સંસ્થાકીય રોકાણકારો માટે અનામત ક્વોટા કુલ 181 વખત સબસ્ક્રાઇબ થયો હતો. બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 65 ગણો અને રિટેલ રોકાણકારો માટે અનામત ક્વોટા 15.46 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

સેન્કો ગોલ્ડ એ પૂર્વ ભારતમાં સૌથી મોટી રિટેલ જ્વેલરી કંપની છે. કંપની સોના, હીરા, પ્લેટિનમ જ્વેલરી તેમજ સિલ્વર જ્વેલરીનું વેચાણ કરે છે. કંપની ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ હાજર છે. કંપની પાસે કુલ 136 શોરૂમ છે જેમાંથી 75 શોરૂમ કંપનીની જ માલિકીના છે. અને ફ્રેન્ચાઇઝી મોલ્સ પર 61 સ્ટોર્સ કાર્યરત છે. કંપનીના શોરૂમ 96 શહેરોમાં છે. કંપનીના 60 ટકાથી વધુ શોરૂમ પશ્ચિમ બંગાળમાં છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની આવક 4108 કરોડ રૂપિયા અને નફો 158 કરોડ રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે કંપની 50 વર્ષથી વધુ સમયથી જ્વેલરી ઉદ્યોગમાં છે. સ્ટોર્સ અને રિટેલર્સની દ્રષ્ટિએ, કંપની પૂર્વ ભારતમાં સૌથી મોટી સંગઠિત જ્વેલરી રિટેલર છે. સેન્કો ગોલ્ડ સોના અને હીરામાંથી બનેલી જ્વેલરી અને ચાંદી, પ્લેટિનમ અને કિંમતી પત્થરો અને અન્ય ધાતુઓથી બનેલી જ્વેલરી પણ વેચે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
Embed widget