શોધખોળ કરો
Advertisement
સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળો, પ્રથમ વખત સેન્સેક્સ 51,000 ને નિફ્ટી 15,000ને પાર
આરબીઆઈની નાણાં નીતિની જાહેરાત આજે થવાની છે. બુધવારથી શરૂ થયેલ ત્રણ દિવસની બેઠક બાદ આજે રોપે રેટ, રિવર્સ રેપો રેટ સહિત અન્ય વ્યાજ દર પર નિર્ણય કરવામાં આવશે.
રિઝર્વ બેંકની બેઠક બપહેલા સ્ટોક માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત રેકોર્ડ 51000ની સપાટી વટાવી ગયો છે. ઉપરાતં નિફ્ટી પણ 15000ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. હાલમાં સેન્સેક્સ 361 પોઈન્ટની તેજી સાથે 50796.21 પર અને નિફ્ટી 94.50 પોઇન્ટની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. બજારની તેજીમાં બેન્કિંગ સ્ટોક સૌથી આગળ છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 2.11 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. તેમાં એસબીઆઈનો શેર સૌથી વધારે 10 ટકાની તેજીની સર્કિટ સાથે કારોબાર કરી રહ્યો છે.
આરબીઆઈની નાણાં નીતિની જાહેરાત આજે થવાની છે. બુધવારથી શરૂ થયેલ ત્રણ દિવસની બેઠક બાદ આજે રોપે રેટ, રિવર્સ રેપો રેટ સહિત અન્ય વ્યાજ દર પર નિર્ણય કરવામાં આવશે. શુક્રવારે RBI ગવર્નર શક્તિકાંતા દાસ સવારે 10 કલાકે બેઠકના નિર્ણયની જાણકારી સાર્વજનિક કરશે. હાલમાં રેપો રેટ 4 ટકાની રેકોર્ડ નીચલી સપાટી પર છે.
શુક્રવારે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પંજાબ નેશનલ બેંક, આદિત્ય બિરલા કેપિટલ, ફ્યૂચર કન્ઝ્યૂમર, ફોર્ટિસ હેલ્થકેર, ગુજરાત ગેસ, ફાઈઝર, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સહિત 127 કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ રજૂ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement