શોધખોળ કરો
Advertisement
આજથી આપવો પડશે વધુ સર્વિસ ટેક્સ, જાણો શું થશે મોંઘુ
નવી દિલ્હી: આજથી એટલે કે 1 જૂનથી કૃષિ કલ્યાણ સેસ લાગવાના કારણે તમારા ઈંટરનેટ, ફોન, જમવાનું અને ફરવાનું મોઘું બનશે, નાણાં મંત્રી અરૂણ જેટલીએ બજેટમાં 0.5 ટકાનો કૃષિ કલ્યાણ સેસ લગાવવાનું નક્કી કર્યું હતું, આ નવા ટેક્સની સાથે સર્વિસ ટેક્સ 14.5 ટકાથી વધીને 15 ટકા થઈ ગયો છે.
આ ટેક્સ લાગૂ પડતા ફોનનું બિલ, રેસ્ટોરંટમાં જમવાનું બિલ, ફિલ્મ, સ્વાસ્થ્ય સેવાઓ અને બેકિંગ ટ્રાંજેક્શન મોંઘુ બનશે. કૃષિ કલ્યાણ સેસથી થનાર ધનરાશિનો ઉપયોગ સરકાર ખેડૂતોનું કલ્યાણ અને ખેતીને સારી બનાવવા માટે ચાલી રહેલી નાંણાકીય સેવાઓમાં કરશે. એટલે કે પહેલા લોકો ભગવાના પાસે પ્રાર્થના કરતા હતા કે, અમને બે વખતની રોટી આપો, પરંતુ હવે 1 જૂનથી તેમની બે વખતની રોટી મોંઘી થવા જઈ રહી છે.
સરકાર 1 વર્ષમાં તમામ સેસથી 1.16 લાખ કરોડ રૂપિયા કમાઈ લે છે. 2015ના બજેટમાં સર્વિસ ટેક્સ 12.36થી 14 ટકા કર્યો, નવેમ્બરમાં 0.50 ટકા સ્વચ્છ ભારત સેસ લગાવ્યો હતો. ત્યારે સર્વિસ ટેક્સ 14.5 ટકા થયો હતો. હવે 0.50 ટકા કૃષિ કલ્યાણ સેસ લગાવ્યો છે. એટલે કે વર્ષના 25 ટકા લેખે સર્વિસ ટેક્સ વધી રહ્યો છે. સરકારનું 2015-16માં 2.1 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું અનુમાન હતું. પરંતુ દર વર્ષે અલગ-અલગ સેસ નાંખીને 1.16 લાખ કરોડ રૂપિયા કમાવ્યા હતા. ગત વર્ષે સરકારની તિજોરીમાં પેટ્રોલ-ડીઝલથી 21,054 કરોડ રૂપિયા મેળવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion