શોધખોળ કરો
મેમાં સર્વિસ સેક્ટર પણ ધરાશાયી, નોકરીઓ પેદા થવાના આસાર ખુબ ઓછા
ખરેખરમાં PMI ઇન્ડેક્સનું 50થી નીચે રહેવાનો અર્થ આર્થિક ગતિવિધિએમાં સુસ્તીને દર્શાવા છે. પણ ઇન્ડેક્સમાં સર્વિસ સેક્ટરની આટલો ઓછો સ્કૉરિંગ કોરોના સંક્રમણના કારણે આને લાગેલો મોટો ઝટકો દર્શાવે છે

નવી દિલ્હીઃ કોરોના સંકટની અસર મેન્યૂફેક્ટરિંગ સેક્ટર બાદ હવે સર્વિસ સેક્ટર પર પણ પડતી દેખાઇ રહી છે. સર્વિસ સેક્ટરની ગતિવિધિઓને બતાવવા વાળી સર્વિસીઝ PMIમાં મેમાં સતત ઘટાડો નોંધાયો છે. મેમાં સર્વિસીઝ PMI 12.6 પર રહ્યો, જે એપ્રિલનો 5.4 થી વધુ છે. પણ આ અત્યાર ખુબ ઓછો છે.
ખરેખરમાં PMI ઇન્ડેક્સનું 50થી નીચે રહેવાનો અર્થ આર્થિક ગતિવિધિએમાં સુસ્તીને દર્શાવા છે. પણ ઇન્ડેક્સમાં સર્વિસ સેક્ટરની આટલો ઓછો સ્કૉરિંગ કોરોના સંક્રમણના કારણે આને લાગેલો મોટો ઝટકો દર્શાવે છે.
PMI દ્વારા આર્થિક ગતિવિધિઓને આંકવાના 14 વર્ષના ઇતિહાસમાં ભારતમાં પહેલીવાર સર્વિસ સેક્ટરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે, એટલે કે સર્વિસ સેક્ટર પહેલીવાર ધરાશાયી થયુ છે.
PMI સાથે જોડાયેલા રિપોર્ટમાં કહેવાયુ છે કે લૉકડાઉનના કારણે સર્વિસીઝની માંગ ખુબ નીચે આવી ગઇ છે, એટલે ઇન્ડેક્સમાં આનુ સ્કૉરિંગ આટલુ નીચે આવી ગયુ. આગામી 12 મહિના દરમિયાન સર્વિસ સેક્ટરનો કારોબાર મંદો રહેવાની આશંકા છે, આમાં કહેવાયુ છે કે ઘરેલુ અને વિદેશી બજાર બન્ને જગ્યાએ સર્વિસીઝની માંગમાં કમી આવશે. સર્વિસ સેક્ટરમાં નોકરીઓ પેદા થવાની સ્પીડ ધીમી રહેશે.
વધુ વાંચો





















