શોધખોળ કરો

Stock Market: સ્ટોક માર્કેટે રચ્યો ઈતિહાસ, સેન્સેક્સ 217 પોઈન્ટ ઉછળીને 58 હજારને પાર

યુએસમાં વધુ સારા આર્થિક ડેટા, એફઆઇઆઇ (વિદેશી સંસ્થાકીય રોકાણકાર) ની ખરીદી અને રોજગારના ડેટાને કારણે વૈશ્વિક સ્તરે મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં તેજી જોવા મળી હતી.

Indian Stock Market Records: ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે. શેરબજારે ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત સેન્સેક્સ 58 હજારને પાર કરી ગયો છે. શુક્રવારે શરૂઆતના સત્રમાં સેન્સેક્સ 217 અંક ઉછળીને 58,069 પર પહોંચ્યો હતો. બીજી બાજુ, નિફ્ટી 66.20 પોઇન્ટ વધીને રેકોર્ડ 17,300 પર પહોંચ્યો. એક દિવસ અગાઉ પણ બીએસઈ સેન્સેક્સ ગુરુવારે 514 પોઈન્ટના ઉછાળા સાથે નવી ઐતિહાસીક સપાટી ર પર બંધ થયો હતો. NSE નિફ્ટી પણ 157.90 પોઈન્ટ ઉછળીને 17,234.15ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો.

આજે, દિવસ દરમિયાન કયા શેરો સૌથી વધુ વધશે અને ઘટશે, તેનો અહેવાલ સાંજ સુધીમાં ઉપલબ્ધ થશે. જોકે, ગઈકાલે સેન્સેક્સના શેરોમાં 3.34 ટકાના ઉછાળા સાથે ટીસીએસનો શેર સૌથી વધુ વધ્યો હતો. આ ઉપરાંત, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો. રેડ્ડીઝ, નેસ્લે ઇન્ડિયા, કોટક બેન્ક અને ટાઇટન મુખ્ય વધનારા શેર હતા.

બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ 2.29 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ કહ્યું કે વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટરની અછતને કારણે તે ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો કરશે. આ કારણે કંપનીનો શેર નીચે આવ્યો. અન્ય ઘટનારાઓમાં બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને એલ એન્ડ ટીનો સમાવેશ થાય છે. તેમાં 0.79 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

નરેન્દ્ર સોલંકી, ઇક્વિટી રિસર્ચ હેડ, આનંદ રાઠીએ જણાવ્યું હતું કે, "યુએસ રોજગારના ડેટા પહેલા એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક બજારોમાં શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. બપોરના ટ્રેડમાં ટ્રેડરોની લેવાલી નીકળતા ઉછાળો વધુ ઝડપી જોવા મળ્યો હતો.”

જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે યુએસમાં વધુ સારા આર્થિક ડેટા, એફઆઇઆઇ (વિદેશી સંસ્થાકીય રોકાણકાર) ની ખરીદી અને રોજગારના ડેટાને કારણે વૈશ્વિક સ્તરે મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં તેજી જોવા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

Embed widget