સતત ત્રીજા દિવસે શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ 148 અને નિફ્ટીમાં 73 પોઈન્ટનો ઉછાળો
ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયું છે. બુધવારે BSE સેન્સેક્સ 147.79 પોઈન્ટ (0.20%)ના વધારા સાથે 75,449.05 પોઈન્ટ પર બંધ થયો હતો.

Share Market Closing 19th March, 2025: ભારતીય શેરબજાર આજે સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયું છે. બુધવારે BSE સેન્સેક્સ 147.79 પોઈન્ટ (0.20%)ના વધારા સાથે 75,449.05 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 73.30 પોઈન્ટ (0.32%)ના વધારા સાથે 22,907.60 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આજે બજારે ફાયદા સાથે લીલા નિશાનમાં કારોબાર શરૂ કર્યો હતો. આ પહેલા મંગળવારે શેરબજારમાં મોટા ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થયું હતું. ગઈકાલે સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%)ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%)ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
Zomatoના શેરમાં જોરદાર ઉછાળો
બુધવારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 17 કંપનીઓના શેર લાભ સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની 13 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ નિફ્ટી 50ની 50 કંપનીઓમાંથી 31 કંપનીઓના શેર લીલા નિશાનમાં ઉછાળા સાથે બંધ થયા હતા અને બાકીની 19 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, ટાટા સ્ટીલના શેર મહત્તમ 2.49 ટકાના વધારા સાથે બંધ થયા હતા, જ્યારે ટેક મહિન્દ્રાના શેર મહત્તમ 2.28 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
Zomato, PowerGrid, UltraTech Cementના શેરમાં પણ સારો ઉછાળો
સેન્સેક્સની અન્ય કંપનીઓમાં આજે ઝોમેટો શેર 2.45 ટકા, પાવર ગ્રીડ 2.22 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.01 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.51 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.39 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.08 ટકા, અદાણી પોર્ટ્સ 1.07 ટકા, એનટીપીસી 1.05 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.80 ટકા, એચડીએફસી બેંક 0.63 ટકા, એક્સિસ બેન્ક 0.61 ટકા, ભારતી એરટેલ 0.33 ટકા, ICICI બેન્ક 0.32 ટકા, ટાટા મોટર્સ 0.28 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.28 ટકા અને બજાજ ફાઇનાન્સ 0.18 ટકા વધ્યા હતા.
ITC, TCSમાં મોટો ઘટાડો નોંધાયો
બીજી તરફ, ITC શેર 1.51 ટકા, TCS 1.34 ટકા, ઇન્ફોસિસ 1.29 ટકા, સન ફાર્મા 1.07 ટકા, મારુતિ સુઝુકી 0.98 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.72 ટકા, HCL ટેક 0.69 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 0.67 ટકા, મહિંદ્રા એન્ડ મહિંદ્રા 0.33 ટકા, બજાજ ફિનસર્વ 0.27 ટકા, ટાઇટનનો શેર 0.19 ટકા અને હિન્દુસ્તાન યુનિલિવરનો શેર 0.12 ટકા ઘટ્યો હતો.
18 માર્ચે ભારતીય શેરબજારોમાં તમામ ક્ષેત્રો અને વ્યાપક સૂચકાંકોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન નિફ્ટીએ 22850નો આંકડો પાર કર્યો હતો અને 325.55 પોઈન્ટના વધારા સાથે 22,834.30 પર બંધ થયો હતો. સેન્સેક્સ 1131.31 પોઈન્ટના વધારા સાથે 75301.26 પર બંધ થયો હતો.





















