શોધખોળ કરો

Share Market Timing: વધી શકે છે શેર માર્કેટમાં ટ્રેડિંગનો સમય, જાણો તેનાથી કોને થશે ફાયદો

સ્ટોક એક્સચેન્જના ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સ હાલમાં સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા વચ્ચે ટ્રેડિંગ માટે ખુલ્લા છે.

Share Market Timing: ભારતીય શેરબજારમાં ટ્રેડિંગનો સમય વધારવાની તૈયારીઓ ચાલી રહી છે. સમાચાર અનુસાર, ટ્રેડિંગનો સમય સાંજે 5 વાગ્યા સુધી વધારી શકાય છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે મંગળવારે એક બિઝનેસ ચેનલને ટાંકીને આ સમાચાર આપ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ટ્રેડિંગના કલાકો વધારવા માટે બજારના સહભાગીઓ સાથે પ્રારંભિક વાટાઘાટો ચાલી રહી છે. અગાઉ, માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ 2018 માં ટ્રેડિંગ કલાક વધારવા માટે એક માળખું બહાર પાડ્યું હતું.

અત્યારે શેરબજારમાં સવારે 9.15 થી બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડિંગ થાય છે. શેરબજારમાં કેશ અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં સવારે 9.15 થી બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડિંગ થાય છે.

સ્ટોક એક્સચેન્જના ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સ હાલમાં સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા વચ્ચે ટ્રેડિંગ માટે ખુલ્લા છે. સેબી દ્વારા પહેલેથી જ એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું, જે F&O ટ્રેડિંગને 11:55 વાગ્યા સુધી અને ઈક્વિટી ટ્રેડિંગને સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની મંજૂરી આપે છે.

દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઇક્વિટી સેગમેન્ટમાં ટ્રેડિંગ કલાક વધારવા માંગે છે. આ પહેલીવાર નથી કે જ્યારે ટ્રેડિંગના કલાકો વધારવાની વાત થઈ હોય.

ગયા મહિને સેબીએ એક SOP જારી કરીને સ્ટોક એક્સચેન્જોને જણાવ્યું હતું કે ટ્રેડિંગમાં કોઈપણ વિક્ષેપની જાણ તમામ સંબંધિતોને 15 મિનિટની અંદર કરવી જોઈએ. આ સિવાય સેબીએ અમુક સંજોગોમાં ટ્રેડિંગના કલાકો વધારવા અંગે પણ સૂચનાઓ આપી હતી.

સેબીનું કહેવું છે કે, જો કોઈ ટેકનિકલ કારણ કે અન્ય કોઈ કારણસર શેરબજારોમાં ટ્રેડિંગ અટકી જાય છે, તો બજારના તમામ સહભાગીઓને તેની જાણ કરવામાં આવે એટલું જ જરૂરી નથી, પરંતુ જરૂર પડ્યે ટ્રેડિંગના કલાકો પણ લંબાવી શકાય છે. આનાથી ઇન્ટ્રાડે પોઝિશન્સ સરળતાથી સેટલ કરવાની તક મળશે.

જો કે, દરેક જણ ટ્રેડિંગ કલાક વધારવાની તરફેણમાં નથી. ઝેરોધાના સીઈઓ નીતિન કામથે ટ્વિટર પર આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓ માને છે કે આ નિર્ણયથી વેપારીઓ પર વિપરીત અસર પડી શકે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણયથી લાંબા ગાળે ઓછી ભાગીદારી અને તરલતાની સમસ્યા થઈ શકે છે. તેની સાથે વેપાર સિવાયના વેપારીઓના જીવન પર પણ તેની ખરાબ અસર પડી શકે છે.

ટોપ સ્ટોરી

Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget