(Source: ECI/ABP News/ABP Majha)
Shopify Inc: આ કંપનીએ લીધો નિર્ણય, કહ્યુ- મીટિંગથી સમય બરબાદ થાય છે, બંધ કરી દો આ કામ!
કેનેડિયન ઈ-કોમર્સ કંપની Shopify Inc એ નવા વર્ષમાં પોતાના કર્મચારીઓને મોટી રાહત આપી છે
કેનેડિયન ઈ-કોમર્સ કંપની Shopify Inc એ નવા વર્ષમાં પોતાના કર્મચારીઓને મોટી રાહત આપી છે. કંપનીએ મોટી મીટિંગ કલ્ચરને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત કર્મચારીઓને ગ્રુપ મીટિંગથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, કેનેડિયન ઈ-કોમર્સ Shopifyએ જણાવ્યું હતું કે 50 થી વધુ લોકો સાથે મોટી મીટિંગ્સ ગુરુવારે છ કલાકની વિન્ડો દરમિયાન જ થઈ શકે છે. કંપનીના લીડર પણ કર્મચારીઓને અન્ય મીટિંગ્સ અને ચેટ ગ્રુપ્સથી દૂર રહેવા માટે પણ પ્રોત્સાહિત કરશે.
કંપનીએ ખર્ચમાં ઘટાડો કર્યો
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, કંપનીના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી ટોબી લુત્કેએ ઈમેલ કરેલા નિવેદનમાં કહ્યું હતું કે 'વસ્તુઓને દૂર કરવા કરતાં વસ્તુઓ ઉમેરવાનું ઘણું સરળ છે. જો તમે કોઈ વસ્તુ માટે હા કહો છો, તો તમે ખરેખર તે બધી વસ્તુઓ માટે ના કહી રહ્યા છો જે તમે તે સમયગાળા દરમિયાન કરી શક્યા હોત. જેમ જેમ લોકો વસ્તુઓ ઉમેરે છે તેમ તેમ વસ્તુઓનો સમૂહ નાનો થતો જાય છે. નોંધનીય છે કે કંપનીએ તેના ખર્ચમાં ઘટાડો કર્યો હતો.
Shopify Incના વાઈસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ અને સીઓઓ કાજ નેજતિયાને જણાવ્યું હતું કે કંપની 'લોકોને તેમનો મેકર ટાઇમ પાછો આપી રહી છે'. અમે બે કરતાં વધુ લોકો સાથેની તમામ Shopify મીટિંગ્સ રદ કરી રહ્યાં છીએ. આ સિવાય કંપનીએ તેના કર્મચારીઓને કોવિડ પછી ગમે ત્યાંથી કામ કરવાની સ્વતંત્રતા આપી છે.
વધી શકે છે પ્રોડક્શન
ફ્રાન્સની NEOMA બિઝનેસ સ્કૂલના સંશોધન મુજબ, મીટિંગ ન કરવાની પોલિસી પ્રોડક્શન વધારી શકે છે. કર્મચારીઓના તણાવને પણ ઘટાડી શકે છે. જો કે, Shopify માં મીટિંગ્સ સંપૂર્ણપણે સમાપ્ત થઈ રહી નથી. ગયા વર્ષે કંપનીએ કર્મચારીઓને તેમની સેલેરી અને કન્સસેશન સ્ટ્રક્ચર નક્કી કરવાનો અધિકાર પણ આપ્યો હતો. કંપની ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપી રહી છે.
ગયા વર્ષે કરવામાં આવેલા એક સર્વે મુજબ, કર્મચારીઓ સરેરાશ સપ્તાહમાં 18 કલાક મીટિંગમાં વિતાવે છે. માત્ર 14 ટકા લોકો મીટિંગનું આમંત્રણ સ્વીકારતા નથી. સર્વેમાં જાણવા મળ્યું છે કે કર્મચારીઓના બિનજરૂરી મીટિંગમાં જવાને કારણે મોટી સંસ્થાઓમાં દર વર્ષે લગભગ 100 મિલિયન ડોલરનો વ્યય થાય છે. Facebookની પેરેન્ટ કંપની Meta Inc એ પણ નો મીટિંગ ડેઝ કલ્ચર શરૂ કર્યું છે.