શોધખોળ કરો

દર મહિને 3000 રૂપિયા બચાવીને કરોડપતિ બનવું છે? જાણો SIP અને PPFમાંથી કયો ઓપ્શન છે બેસ્ટ!

SIP vs PPF comparison: મ્યુચ્યુઅલ ફંડ (SIP) અને સરકારી સ્કીમ (PPF) વચ્ચેની પસંદગી મૂંઝવે છે? જાણો 15 વર્ષ માટે દર મહિને 3000 રૂપિયાના રોકાણ પર કઈ સ્કીમમાં કેટલો ફાયદો થશે અને તમારા માટે શું બેસ્ટ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SIP માં 3000 રૂપિયા, 15 વર્ષમાં 12% વળતર, 15.13 લાખ મળશે.
  • SIP માં ચક્રવૃદ્ધિ વ્યાજ અને રૂપી કોસ્ટ એવરેજિંગનો લાભ.
  • PPF માં 3000 રૂપિયા, 15 વર્ષમાં 7.1% વળતર, 9.54 લાખ મળશે.
  • PPF માં રોકાણ, વ્યાજ, અને મેચ્યોરિટી રકમ ટેક્સ ફ્રી.

SIP vs PPF comparison: જો તમે લાંબા ગાળે સારી એવી સંપત્તિ ઊભી કરવાનું વિચારી રહ્યા છો, તો મ્યુચ્યુઅલ ફંડમાં SIP અને સરકારી બચત યોજના PPF એ રોકાણકારોની પહેલી પસંદ રહ્યા છે. જો તમે દર મહિને માત્ર 3000 રૂપિયાનું રોકાણ 15 વર્ષ સુધી કરવાનું આયોજન કરો છો, તો SIP તમને માર્કેટના આધારે બમ્પર રિટર્ન આપી શકે છે. જ્યારે બીજી તરફ, PPF તમને ગેરંટીડ અને સંપૂર્ણપણે સુરક્ષિત વળતર આપે છે. બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. તો ચાલો ગણતરી સાથે સમજીએ કે 15 વર્ષ પછી તમને બંનેમાંથી ક્યાંથી કેટલા રૂપિયા મળશે અને તમારા ભવિષ્ય માટે બેસ્ટ વિકલ્પ કયો સાબિત થઈ શકે છે.

SIP માં 15 વર્ષ રોકાણ કરવાથી કેટલો ફાયદો થશે?

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 15 વર્ષમાં તમારું કુલ રોકાણ 5.40 લાખ રૂપિયા થશે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં લાંબા ગાળાને જોતા સરેરાશ 12% થી 14% જેટલું વાર્ષિક વળતર આરામથી મળી રહે છે.

જો આપણે માત્ર 12% વળતર ગણીએ, તો તમને વ્યાજ (નફા) તરીકે અંદાજે 9.73 લાખ રૂપિયા મળશે.

એટલે કે 15 વર્ષ પછી તમારા હાથમાં કુલ 15.13 લાખ રૂપિયા આવશે.

SIP માં તમને કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) અને 'રૂપી કોસ્ટ એવરેજિંગ' નો જબરદસ્ત ફાયદો મળે છે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે બજાર ઘટે છે ત્યારે તમને ફંડના વધુ યુનિટ મળે છે અને જ્યારે બજાર વધે છે ત્યારે તમારા રોકાણની વેલ્યુ ઝડપથી ઉછળે છે. જોકે, આ રિટર્ન માર્કેટના જોખમને આધીન હોય છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹2,00,000 જમા કરો અને ₹90,000 વ્યાજ મેળવો, જાણો કેલક્યુલેશન

PPF માંથી તમને કેટલું વળતર મળશે?

બીજી બાજુ, જો તમે આ જ 3000 રૂપિયા દર મહિને PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) માં જમા કરાવો છો, તો 15 વર્ષમાં અહીં પણ તમારું કુલ રોકાણ 5.40 લાખ રૂપિયા જ થશે.

હાલમાં સરકાર PPF પર 7.1% લેખે ફિક્સ વાર્ષિક વ્યાજ આપી રહી છે.

આ હિસાબે તમને 15 વર્ષે અંદાજે 4.14 લાખ રૂપિયાનું વ્યાજ મળશે.

એટલે કે મેચ્યોરિટી પર તમને કુલ રકમ અંદાજે 9.54 લાખ રૂપિયા મળશે.

ભલે અહીં SIP કરતા રિટર્ન ઓછું છે, પણ PPF નો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં તમારું રોકાણ, મળતું વ્યાજ અને મેચ્યોરિટીની પૂરેપૂરી રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી (કરમુક્ત) હોય છે. આ ઉપરાંત, આ સરકારી યોજના હોવાથી તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર વર્ષે કમાઓ પૂરા ₹2,46,000 વ્યાજ! જાણો સ્કીમ વિશે સંપૂર્ણ જાણકારી

તો આખરે કયો વિકલ્પ તમારા માટે સારો છે?

નિષ્ણાતોના મતે, જો તમારો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા ગાળે મોટું ફંડ બનાવવાનો છે અને તમે બજારનું થોડું રિસ્ક લેવા તૈયાર છો, તો SIP તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. પરંતુ, જો તમે શેરબજારના જોખમથી દૂર રહીને શાંતિથી ફિક્સ અને સુરક્ષિત રિટર્ન ઈચ્છો છો, તો આંખ બંધ કરીને PPF માં રોકાણ કરી શકો છો. જોકે, ફાઇનાન્સિયલ એડવાઇઝર સલાહ આપે છે કે સૌથી સારી રણનીતિ એ છે કે તમે તમારા રોકાણને બંનેમાં વહેંચી દો. થોડા પૈસા PPF માં અને થોડા SIP માં રોકો, જેથી તમને સુરક્ષા અને શાનદાર વળતર બંનેનો લાભ મળી શકે.

Frequently Asked Questions

SIP માં 15 વર્ષ સુધી દર મહિને ₹3000 રોકાણ કરવાથી કેટલું વળતર મળી શકે?

SIP માં 15 વર્ષ સુધી દર મહિને ₹3000 રોકાણ કરવાથી, 12% વળતરના દરે, તમને કુલ ₹15.13 લાખ મળશે, જેમાં ₹9.73 લાખ વ્યાજ સ્વરૂપે હશે.

PPF માં 15 વર્ષ સુધી દર મહિને ₹3000 રોકાણ કરવાથી કેટલું વળતર મળશે?

PPF માં 15 વર્ષ સુધી દર મહિને ₹3000 રોકાણ કરવાથી, 7.1% વ્યાજ દરે, તમને કુલ ₹9.54 લાખ મળશે, જેમાં ₹4.14 લાખ વ્યાજ સ્વરૂપે હશે.

SIP અને PPF માંથી કયો વિકલ્પ લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ માટે શ્રેષ્ઠ છે?

લાંબા ગાળે મોટું ફંડ બનાવવા અને બજારના જોખમ માટે તૈયાર હો તો SIP શ્રેષ્ઠ છે. જો સુરક્ષિત અને નિશ્ચિત વળતર ઈચ્છતા હો તો PPF સારો વિકલ્પ છે.

PPF રોકાણના મુખ્ય ફાયદા શું છે?

PPF માં રોકાણ, વ્યાજ અને મેચ્યોરિટીની રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. ઉપરાંત, આ સરકારી યોજના હોવાથી પૈસા 100% સુરક્ષિત રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: 2000 રુપિયા મોંઘું થયું ગોલ્ડ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Gold-Silver Price Today: 2000 રુપિયા મોંઘું થયું ગોલ્ડ, ચાંદીએ પણ લગાવી છલાંગ
Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget