Stock Market Closing: વોલેટાલિટીના કારણે સેન્સેક્સ સપાટ સ્તરે બંધ, આ શેર્સના ભાવમાં થયો વધારો
Closing Bell: સેક્ટરમાં મેટલ ઈન્ડેક્સ 1 ટકા જ્યારે એફએમસીજી, ફાર્મા અને ઓટો દરેક 0.5 ટકા ઘટાડા સાથે બંધ થયા
Stock Market Closing, 11th January, 2023: ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું. સેક્ટરમાં મેટલ ઈન્ડેક્સ 1 ટકા જ્યારે એફએમસીજી, ફાર્મા અને ઓટો દરેક 0.5 ટકા ઘટાડા સાથે બંધ થયા. આજે સેન્સેક્સ સપાટ સ્તરે બંધ થયો. વોલેટાલિટીના કારણે આજે સેન્સેક્સ 29.21 પોઇન્ટના ઘટાડા સાથે 60,086.27 પોઇન્ટ પર બંધ થયો. નિફ્ટી 23.95 પોઇન્ટના ઘટાડા સાથે 17,890.20 પર બંધ થઈ. માર્કેટ કેપ 2,80,23,777 થયું છે.
કયા શેર્સ વધ્યા અને ઘટ્યા
બીએસઈની સાઈટ પ્રમાણે બજાજા હિન્દ, ટાટા કોમ્યુનિકેશન, ટાટા ઈન્વેસ્ટ, લોયડ એસએમઈ, ગ્રેવેસ્કોટ વધ્યા હતા. જ્યારે ગોડફ્રે ફિલિપ, એમઆરએફ, સુપ્રીમ ઈન્ડ, સિંધુ ટ્રેડ ઘટ્યા હતા.
રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
બજારમાં આજે ઘટાડાના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ ઘટીને 280.24 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. જે મંગળવારે 280.84 લાખ કરોડ રૂપિયા અને સોમવારે 282.92 લાખ કરોડ રૂપિયા હતું.
મંગળવારે કેટલો થયો હતો ઘટાડો
મંગળવારે સેન્સેક્સ 631.83 પોઇન્ટના ઘટાડા સાથે 60115.48 પોઇન્ટ પર, નિફ્ટી 187.05 પોઇન્ટના ઘટાડા સાથે 17914.15 પોઇન્ટ પર અને બેંક નિફ્ટી 568 પોઇન્ટના ઘટાડા સાથે 42014.75 પોઇન્ટ પર બંધ થયા હતા.
Sensex dips 9.98 points to end at 60,105.50; Nifty slips 18.45 points to 17,895.70
— Press Trust of India (@PTI_News) January 11, 2023