Stock Market Closing: ઉંધા માથે પટકાયું ભારતીય શેર બજાર, રોકાણકારોને 3.50 લાખ કરોડનું નુકસાન
Stock Market Closing-2-Aug-2023: ભારતીય શેર બજારમાં આજે બુધવારનો દિવસ બરબાદીનો દિવસ સાબિત થયો છે. આજે માર્કેટમાં જોરદાર કડાકો બોલ્યો છે. જેના કારણે રોકાણકારોની સંપ્તિતિમાં કરોડો રુપિયાનો ઘટાડો નોંધાયો છે.
Stock Market Closing-2-Aug-2023: ભારતીય શેર બજારમાં આજે બુધવારનો દિવસ બરબાદીનો દિવસ સાબિત થયો છે. આજે માર્કેટમાં જોરદાર કડાકો બોલ્યો છે. જેના કારણે રોકાણકારોની સંપ્તિતિમાં કરોડો રુપિયાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાના રેટિંગ ડાઉનગ્રેડની અસર વિશ્વભરના શેરબજારો પર જોવા મળી હતી. એશિયન અને યુરોપિયન બજારોમાં ભારે ઘટાડાથી ભારતીય શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી હતી.
Sensex plunges 676.53 points to settle at 65,782.78; Nifty tanks 207 points to 19,526.55
— Press Trust of India (@PTI_News) August 2, 2023
દિવસના કારોબારમાં સેન્સેક્સ 1,000 અને નિફ્ટી 300 પોઈન્ટ તૂટ્યા હતા. સેન્સેક્સ 66,000ની નીચે સરકી ગયો. બજાર નીચલા સ્તરેથી 400 પોઈન્ટની નજીક રિકવર થયું, છતાં BSE સેન્સેક્સ 676 પોઈન્ટના ઘટાડા સાથે 65,782 પર બંધ થયો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 207 પોઈન્ટના ઘટાડા સાથે 19,514 પોઈન્ટ પર બંધ થયો.
ઈન્જેક્સનું નામ | બંધ સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 65,782.78 | 66,261.97 | 65,431.68 | -1.02% |
BSE SmallCap | 34,761.22 | 35,264.52 | 34,460.20 | -1.18% |
India VIX | 11.28 | 11.81 | 9.95 | 9.68% |
NIFTY Midcap 100 | 37,232.70 | 37,707.45 | 36,874.00 | -1.33% |
NIFTY Smallcap 100 | 11,596.05 | 11,791.55 | 11,496.20 | -1.58% |
NIfty smallcap 50 | 5,254.60 | 5,342.30 | 5,211.10 | -1.63% |
Nifty 100 | 19,447.10 | 19,610.00 | 19,339.75 | -1.08% |
Nifty 200 | 10,320.90 | 10,413.75 | 10,258.65 | -1.12% |
Nifty 50 | 19,526.55 | 19,678.25 | 19,423.55 | -1.05% |
રોકાણકારોને ભારે નુકસાન
આજના કારોબારમાં માર્કેટમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 303.29 લાખ કરોડ પર બંધ થયું છે, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપ રૂ. 306.80 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં 3.51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ટોપ ગેઈનર્સ
ટોપ લૂઝર્સ
સેન્સેક્સમાં ઉતાર ચઢાવ
તમામ સેક્ટરમાં ઘટાડા
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 1.21 ટકા, એનર્જી 1.61 ટકા, ઓટો 1.64 ટકા, આઇટી 0.81 ટકા, ફાર્મા 0.19 ટકા, મેટલ્સ 2.01 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીનો મિડ કેપ ઇન્ડેક્સ 1.24 ટકા અને સ્મોલ કેપ 1.73 ટકા ઘટીને બંધ થયો હતો.
શેરબજાર કેમ ઘટ્યું
ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચે યુએસ ક્રેડિટ રેટિંગ AAA થી ઘટાડીને AA+ કર્યું છે. રેટિંગ એજન્સીએ આગામી ત્રણ વર્ષ સુધી અમેરિકાની નાણાકીય સ્થિતિમાં કથળવાની આશંકા વ્યક્ત કરી છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં ગવર્નન્સના ધોરણમાં ઘટાડો થયો છે, જેમાં નાણાકીય અને દેવા સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. ફિચના આ નિર્ણયથી એશિયન અને યુરોપિયન શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી હતી. પિચના રેટિંગ ડાઉનગ્રેડની અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી છે.
બજારની સ્થિતિ કેવી છે - કેટલો ઘટાડો છે
શેરબજારમાં આજે ચારે બાજુ લાલ નિશાન જોવા મળી રહ્યું છે. BSE સેન્સેક્સ 1,013.22 પોઈન્ટ્સ અથવા 1.52 ટકા ઘટીને 65,446.09 ના સ્તરે પહોંચ્યો હતો. NSE નો નિફ્ટી 300.60 પોઈન્ટ અથવા 1.52 ટકાના ઘટાડા સાથે 19,432.95 ના સ્તર પર આવી ગયો છે.
આ શેરમાં સૌથી મોટો ઘટાડો થયો
બુધવારે શેરબજારમાં આવેલા મોટા ઘટાડાથી ઘણી મોટી કંપનીઓના શેરોમાં રોકાણ કરનારા રોકાણકારોને આંચકો લાગ્યો છે. જે સ્ટોક્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો તેમાં હીરો મોટોકોર્પ લિમિટેડ (−3.86%), બજાજ ફિનસર્વ લિમિટેડ (−2.72%), ટાટા સ્ટીલ લિમિટેડ (−3.37%), NTPC લિમિટેડ (-2.64%) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (-1.20%)નો સમાવેશ થાય છે.