શોધખોળ કરો

Stock Market Closing: શેરબજાર માટે મંગળવાર સાબિત થયો મંગળ, 578 પોઈન્ટના ઉછાળા સાથે બંધ; ફાર્મા, ઓટો શેરમાં તેજી

Stock Market Update: બે દિવસમાં ભારતીય શેરબજારમાં 800 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે.

Stock Market Closing, 20th September 2022: ભારતીય શેરબજારમાં માટે મંગળવારનો દિવસ મંગળ સાબિત થયો. સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું. આજે ફાર્મા અને ઓટો શેર્સમાં તેજી જોવા મળી. ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 578.51 પોઇન્ટના ઉછાળા સાથે 59719.14 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 194 પોઈન્ટનો વધારો થયો. નિફ્ટી 17816.25 પર પહોંચી છે. બે દિવસમાં ભારતીય શેરબજારમાં 800 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. બે દિવસમાં ભારતીય શેરબજારમાં 800 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે.

મંગળવારના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ સેક્ટર, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, મેટલ્સ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. બજારમાં આજની તેજીમાં સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 44 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, માત્ર 6 શેરો ઘટ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 24 શેર જ લીલા નિશાનમાં બંધ થયા છે, બાકીના 6 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.

BSE પર કુલ 3602 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 2106 શેર વધીને અને 1365 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 131 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજના ટ્રેડિંગ સેશનમાં 316 શેરમાં અપર સર્કિટ લાગી હતી જ્યારે 176 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા હતા. શેરબજારની માર્કેટ મૂડી વધીને રૂ. 283.32 લાખ કરોડ થઈ ગઈ છે.

વધનારા શેર્સ

આજના ટ્રેડિંગ સેશનમાં સન ફાર્મા 4.22 ટકા, ડૉ. રેડ્ડી 3.31 ટકા, ટાટા સ્ટીલ 2.86 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.77 ટકા, ટાઇટન કંપની 2.10 ટકા, બજાજ ફિનસર્વ 1.97 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.935 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

ઘટનારા શેર્સ

જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો, નેસ્લે 0.64 ટકા, ITC 0.22 ટકા, ઇન્ફોસિસ 0.21 ટકા, પાવર ગ્રીડ 0.15 ટકા, રિલાયન્સ 0.11 ટકા, મારુતિ સુઝુકી 0.06 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

સોમવારે પણ 300 પોઇન્ટનો વધારો

ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો હતો. સોમવારની નબળી શરૂઆત થયા બાદ શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. એફએમસીજી શેરમાં ઉછાળો જોવા મળ્યો તો મેટલ સ્ટોકમાં ઘટાડો થયો. ભારતીય શેરબજાર 300.14 પોઇન્ટના ઉછાળા સાથે 59141.23 પોઇન્ટ અને નિફ્ટી 91.4 પોઇન્ટના વધારા સાથે 17622.25 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..

‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન

BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન

શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો

ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

Embed widget