શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં ઘટાડાની હેટ્રિક, RIL-NTPC ટોપ લૂઝર્સ

Closing Bell: સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે ખાસ ન રહ્યો.

Stock Market Closing, 26th May, 2023:  સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે ખાસ ન રહ્યો. દિવસની શરૂઆત ઘટાડા સાથે થયા બાદ દિવસના અંતે સાધારણ વધારા સાથે બંધ રહ્યું. સતત ત્રીજા કારાબોરી દિવસે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આજે માર્કેટમાં ઘટાડો છતાં રોકાણકારોની સંપત્તિ વધીને 290.67 લાખ કરોડ થઈ છે, જે શુક્રવારે  289.45 લાખ કરોડ હતી. એટલેકે રોકાણકારોની સંપત્તિમાં એક લાખ કરોડથી વધુનો વધારો થયો છે.

આજે કેમ થયો માર્કેટમાં ઘટાડો

આજે વોલેટાલિટીના કારણે ભારતીય શેરબજાર સપાટ સ્તરે બંધ રહ્યું. સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બંને માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું.  સેન્સેક્સ 9.37 પોઇન્ટના ઘટાડા સાથે 62970 પોઇન્ટ પર અને નિફ્ટી 25.7 પોઇન્ટ વધીને 18691.20 પોઇન્ટ પર બંધ રહ્યા. લગભગ 1859 શેર વધ્યા, 1787 શેર ઘટ્યા અને 171માં કોઈ બદલાવ થયો નહોતો.

ભારતીય બજાર માટે આજના સ્ટાર પરફોર્મર મિડ કેપ સેક્ટરના શેર હતા. રોકાણકારો તરફથી મિડ કેપ શેર્સમાં જોવા મળી. એફએમસીજી અને ફાર્મા શેરોમાં પણ જોરદાર ખરીદારી જોવા મળી. આજે એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, પાવર ગ્રીડ કોર્પોરેશન અને કોલ ઈન્ડિયા નિફ્ટીમાં ટોપ લુઝર્સ હતા, જ્યારે સિપ્લા, હીરો મોટોકોર્પ, અદાણી એન્ટરપ્રાઈઝ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ડિવિસ લેબોરેટરીઝનો સમાવેશ થાય છે. સેક્ટોરલ મોરચે, ઓટો અને ફાર્મા દરેક 1 ટકા, જ્યારે એફએમસીજી અને મેટલ ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યા છે. BSE મિડકેપ ઈન્ડેક્સ 1 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.7 ટકા વધ્યા છે.

Stock Market Closing: શેરબજારમાં ઘટાડાની હેટ્રિક, RIL-NTPC ટોપ લૂઝર્સ

સેક્ટરોલ અપડેટ

 આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફ્રા, એનર્જી શેરોમાં વધારો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ સેક્ટરના શેરોમાં રોકાણકારોની સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. મિડ કેપ ઈન્ડેક્સ 320 અથવા 0.92 ટકાના વધારા સાથે 35,120 પોઈન્ટ પર બંધ થયો હતો. સ્મોલ કેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે જ્યારે 10 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેર વધીને અને 14 ઘટીને બંધ રહ્યા હતા.

 રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.22 લાખ કરોડનો વધારો થયો  

આજના વેપારમાં શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. બજાર બંધ થતાં BSEનું માર્કેટ કેપ રૂ. 290.67 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 289.45 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 1.22 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

Stock Market Closing: શેરબજારમાં ઘટાડાની હેટ્રિક, RIL-NTPC ટોપ લૂઝર્સ

આજે સવારે કેવી થઈ હતી શરૂઆત

વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેતોની વચ્ચે આજે ભારતીય બજારમાં સુસ્ત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 75.66 પોઈન્ટ અથવા 0.12% વધીને 63,055.03 પર અને નિફ્ટી 17.30 પોઈન્ટ અથવા 0.09% વધીને 18,682.80 પર હતો. લગભગ 1319 શેર વધ્યા, 990 શેર ઘટ્યા અને 181 શેર યથાવત હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE MidCap 28,275.90 28,293.07 27,911.73 1.07%
BSE Sensex 62,960.17 63,136.09 62,853.67 -0.03%
BSE SmallCap 32,234.89 32,244.26 31,945.37 0.76%
India VIX 11.40 11.93 11.24 1.42%
NIFTY Midcap 100 35,120.45 35,157.25 34,659.75 0.92%
NIFTY Smallcap 100 10,689.85 10,699.00 10,592.20 0.62%
NIfty smallcap 50 4,796.35 4,802.35 4,749.15 0.81%
Nifty 100 18,632.75 18,654.95 18,578.05 0.20%
Nifty 200 9,866.90 9,874.80 9,827.20 0.30%
Nifty 50 18,691.20 18,722.05 18,646.70 0.14%

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલોNorth India Weather Updates: ઉત્તર ભારત ફરી એકવાર કાતિલ ઠંડી અને ધુમ્મસના સકંજામાં, જુઓ સ્થિતિGujarat Weather News: રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર, 20 કિમી પ્રતિકલાકની ઝડપે ફુંકાયો પવન Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget