Stock Market Closing: શેરબજાર માટે મંગળવાર સાબિત થયો મંગળ, 1564.45 અંકના વધારે સાથે બંધ થયું માર્કેટ
Stock Market Update: સોમવારે સેન્સેક્સ 861 પોઇન્ટના કડાકા સાથે પર બંધ રહ્યો હતો, નિફ્ટી 246 ઘટાડા સાથે બંધ થઈ હતી.
Stock Market Closing, 30th August 2022: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો કારોબારી દિવસ શાનદાર રહ્યો. શેરબજારે મંગળવારે મંગળ શરૂઆત કરી હતી અને અંત પણ મજબૂત વધારા સાથે થયો હતો. સેન્સેક્સ 1564.45 પોઇન્ટના વધારા સાથે 59537.07 અને નિફ્ટી 446.4 પોઇન્ટની મજબૂતી સાથે 17759.30 પર બંધ થયા.
સેક્ટરની સ્થિતિ
બજારમાં તેજીના કારણે તમામ સેક્ટરના ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરોમાં ખરીદારી રહી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના તમામ 50 શેરો લીલા નિશાન સાથે બંધ થયા છે. તો સેન્સેક્સના તમામ 30 શેરો પણ લીલા નિશાનમાં બંધ થયા છે.
વધનારા શેર્સ
માર્કેટમાં વધતા શેરો પર નજર કરીએ તો, બજાજ ફિનસર્વ 5.47 ટકા, બજાજ ફાઇનાન્સ 4.86 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 4.15 ટકા, ટેક મહિન્દ્રા 3.96 ટકા, ICICI બેન્ક 3.72 ટકા, કોટક મહિન્દ્રા 3.46 ટકા, ટાટા સ્ટીલ 3.29 ટકા, HDFC 3.29 ટકા. , HUL 3.27 ટકા, HDFC બેન્ક 3.21 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.
ઘટનારા શેર્સ
ઘટતા શેરો પર નજર કરીએ તો, NMDC 1.29 ટકા, ડૉ લાલપથ લેબ 1.20 ટકા, કોરોમંડલ એન્ટરપ્રાઇઝ 0.85 ટકા, બારાત ઇલેક્ટ્રોનિક્સ 0.76 ટકા, ભેલ 0.68 ટકા, સન ટીવી 0.49 ટકા, ગ્લેનમાર્ક 0.35 ટકા, RBL બેન્ક 2.9 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે
સોમવારે કેવી રહી શેરબજારની ચાલ
ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ પણ શેરબજારને બેઠું કરી શકી નહોતી. સોમવારે સેન્સેક્સ 861 પોઇન્ટના કડાકા સાથે પર બંધ રહ્યો હતો, નિફ્ટી 246 ઘટાડા સાથે બંધ થઈ હતી. યુએસ ફેડે વ્યાજદર વધારવાની કરેલી વાતની અસર ભારતીય સહિત એશિયન બજાર પર જોવા મળી હતી ભારતીય શેરબજારનો સૂચકાંક ઘટાડા સાથે 57,972.52 અને નિફ્ટી 17312.90 પર બંધ થયા હતા.
આ પણ વાંચોઃ
Pink Bollworm: કપાસના પાકમાં ગુલાબી ઈયળ આવવાની થઈ શરૂઆત, આ રીતે કરો નિયંત્રણ
Hartalika Teej 2022: આજે છે હરતાલિકા ત્રીજનું વ્રત, મહિલાઓ ન કરે આ ભૂલો નહીંતર.......
મુંબઈમાં લેન્ડ કરતાં જ કમાલ આર ખાનની ધરપકડ, જાણો શું છે મામલો
GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત
India Corona Cases Today: કોરોના વિદાય ભણી ? જાણો આજે માત્ર કેટલા કેસ નોંધાયા