Stock Market Closing: શેરબજારમાં નવા વર્ષનો ઉછાળો ધોવાયો, 630થી વધુ પોઈન્ટ સાથે બંધ રહ્યું માર્કેટ, રોકાણકારોની સંપત્તિમાં થયો અધધ ઘટાડો
Closing Bell: ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ ખાસ ન રહ્યો. આજે શેરબજાર 630થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું.
Stock Market Closing, 4th January, 2023: ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ ખાસ ન રહ્યો. આજે શેરબજાર 630થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો. આજના કારોબારના અંતે રોકાણકારોની સંપત્તિ ઘટીને 2,81,61,750 રૂપિયા થઈ ગઈ છે.
કેટલો થયો ઘટાડો
આજે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 636.75 પોઇન્ટના ઘટાડા સાથે 60,657.45 પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટી 189.6 પોઇન્ટના ઘટાડા સાથે 18042.95 પર બંધ રહી. બેંક નિફ્ટી 466.45 પોઇન્ટના ઘટાડા સાથે 42958.80 પોઇન્ટ પર બંધ રહી. નિફ્ટી ફાર્મા બેસ્ટ સેક્ટર અને નિફ્ટી મેટલ વર્સ્ટ સેક્ટર રહ્યું.
રોકાણકારોને 3 લાખ કરોડનું નુકસાન
2023માં પ્રથમ વખત શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું, તેથી રોકાણકારોને પણ આજના ટ્રેડિંગ સેશનમાં ભારે નુકસાન થયું છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 281.61 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 284.65 લાખ કરોડ હતું. એટલે કે રોકાણકારોને 3.04 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
શેરબજારમાં કેમ બોલ્યો કડાકો
વોલસ્ટ્રીટમાં વર્ષ 2023નું પ્રથમ કારોબારી સત્ર 3 જાન્યુઆરીએ હતું. પ્રથમ દિવસે જ ન્યૂયોર્ક સ્ટોક એકસચેન્જનો ઈન્ડેક્સ નાસ્ડેક 0.76 ટકા ઘટ્યો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજમાં પણ ઘટાડો થયો. એસએન્ડપીના 11 મુખ્ય સેક્ટરોમાંથી છ ઘટાડા સાથે બંધ થયા, જેમાં સૌથી વધુ ઘટાડો એનર્જીમાં થયો. આઈએમએફ ચીફે બે દિવસ પહેલા કહ્યું હતું વિશ્વનો એક તૃતીયાંશ હિસ્સો મંદીનો ભોગ બની શકે છે. જના કારણે લાખો લોકોને અસર થઈ શકે છે. આ કારણોસર તેની અસર જોવા મળી.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલવા (ટકામાં) |
BSE Sensex | 60,637.30 | 61,327.21 | 60,593.56 | -1.07% |
BSE SmallCap | 28,975.89 | 29,304.09 | 28,914.76 | -0.84% |
India VIX | 15.20 | 15.68 | 14.33 | 0.0565 |
NIFTY Midcap 100 | 31,503.10 | 31,947.50 | 31,399.95 | -1.12% |
NIFTY Smallcap 100 | 9,731.90 | 9,854.70 | 9,687.75 | -0.95% |
NIfty smallcap 50 | 4,356.90 | 4,417.35 | 4,338.15 | -1.03% |
Nifty 100 | 18,173.45 | 18,385.90 | 18,153.05 | -1.10% |
Nifty 200 | 9,515.35 | 9,629.40 | 9,504.40 | -1.11% |
Nifty 50 | 18,042.95 | 18,243.00 | 18,020.60 | -1.04% |