શોધખોળ કરો

Stock Market Closing: હોળી પહેલા શેરબજારમાં દિવાળી, 2 દિવસમાં રોકાણકારો કમાયા 5.60 લાખ કરોડ

Closing Bell: સપ્તાહનો પ્રથમ અને સતત બીજો કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો.

Stock Market Closing, 6th March, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર રહ્યો. આજે સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા બે કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો વધારો થયો છે. જેના કારણે રોકાણકારો માલામાલ થયા છે. રોકાણકારોની સંપત્તિ વધીને 265.54 લાખ કરોડ થઈ છે. 2 માર્ચ ગુુરુવારના રોજ રોકાણકારોની સંપત્તિ 259.94 લાખ કરોડ હતી. બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 5.60લાખ કરોડ વધારો થયો છે.

આજે કેટલો આવ્યો ઉછાળો

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 415.49 પોઇન્ટ વધીને 60,224.46 પોઇન્ટ પર, નિફ્ટી  123.80 અંકના વધારા સાથે 18620.53 પોઇન્ટ પર બંધ રહ્યા. શુક્વારે સેન્સેક્સ 899.62 પોઇન્ટના વધારા સાથે 59,808.97 પોઇન્ટ અને નિફ્ટી 272.40 પોઇન્ટના વધારા સાથે 17594.30 પર બંધ રહ્યા હતા. આમ બે દિવસમાં 1300થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.

આજે કેમ થયો વધારો

 આઈટી અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે શેરબજાર  વધારા સાથે બંધ થયું હતું.

Stock Market Closing:  હોળી પહેલા શેરબજારમાં દિવાળી, 2 દિવસમાં રોકાણકારો કમાયા 5.60 લાખ કરોડ

સેક્ટર અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં રિયલ એસ્ટેટ અને જાહેર ક્ષેત્રની બેંકોના ઈન્ડેક્સ સિવાય તમામ સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. બેંકિંગ, આઈટી, ઓટો, ફાર્મા, મેટલ્સ. એનર્જી, ઇન્ફ્રા, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને હેલ્થકેર સેક્ટરના શેરો પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે માત્ર 5 શેરો ઘટીને બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાં 38 શેર વધીને જ્યારે 12 ઘટીને બંધ રહ્યા હતા.

વધેલા-ઘટેલા શેર્સ

આજના વેપારમાં અદાણી એન્ટરપ્રાઇઝ 5.50 ટકા, ટાટા મોટર્સ 2.83 ટકા, ઓએનજીસી 2.56 ટકા, એનટીપીસી 2.43 ટકા, પાવર ગ્રીડ 2.27 ટકા, ઇન્ફોસિસ 1.90 ટકા, બજાજ ફિનસર્વ 1.88 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે  બ્રિટાનિયા 2.09 ટકા, ટાટા સ્ટીલ 1.26 ટકા, JSW 1.18 ટકા, હિન્દાલ્કો 0.58 ટકા ઘટીને બંધ થયા છે.

Stock Market Closing:  હોળી પહેલા શેરબજારમાં દિવાળી, 2 દિવસમાં રોકાણકારો કમાયા 5.60 લાખ કરોડ

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 59808.97ની સામે 198.07 પોઈન્ટ વધીને 60007.04 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17594.35ની સામે 86 પોઈન્ટ વધીને 17680.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 41251.35ની સામે  167.05  પોઈન્ટ વધીને 41418.4 પર ખુલ્યો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકાવારીમાં
BSE Sensex 60,238.46 60,498.48 60,005.65 0.72%
BSE SmallCap 28,090.55 28,209.74 27,881.51 0.88%
India VIX 12.27 12.47 11.84 0.72%
NIFTY Midcap 100 30,960.05 31,093.95 30,825.75 0.85%
NIFTY Smallcap 100 9,442.10 9,484.65 9,386.75 1.12%
NIfty smallcap 50 4,256.65 4,272.65 4,232.55 1.19%
Nifty 100 17,506.30 17,586.05 17,467.80 0.01
Nifty 200 9,190.05 9,228.45 9,167.55 0.01
Nifty 50 17,711.45 17,799.95 17,671.95 0.0067
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ

Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો

શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?

Embed widget